નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવા માટે સુરક્ષાદળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઠના બિજાપુર જિલ્લાના ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારથી સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો છે. ઘટનાસ્થળેથી એક નક્સલીનો મૃતદેહ અને હથિયારો પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રો અનુસાર, ગંગલુર વિસ્તારના જંગલોમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે અને વચ્ચે-વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. ઘટનાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.