
બાળ વિજ્ઞાનીની નાની વયે મોટી સિદ્ધિ: વાઈલ્ડ લાઈફ રેસ્કયુ માટે બનાવી અદ્ભૂત ડિઝાઇન
અમદાવાદઃ અમરેલીના એક બાળ વિજ્ઞાની કાવ્ય ગોંડલિયાએ નાની વયે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીએ ચિખલકૂબ પ્રકૃતિ શિક્ષણ શિબિર ખાતે પ્રકૃતિ શિક્ષણથી પ્રેરિત થઈને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ માટે એક અદ્ભુત ડિઝાઇન બનાવી છે. જેની મદદથી કૂવા કે અન્ય ઉંડાણ વાળા જોખમી સ્થળોએ ફસાયેલા વન્યજીવોને બચાવવા માટે લિફ્ટ માફક કામ કરી પાંજરામાં પરિવર્તિત થઈને વન્યજીવોને વધુ સલામતી સાથે રેસ્કયુ કરી શકાશે.
આ ડિઝાઇનને ડૉ. સારાભાઇ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર દ્વારા આયોજિત ઈનોવેશન ચેલેન્જ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે. આ વિદ્યાર્થી હાલ શાન્તાબેન હરિભાઈ ગજેરા સ્કૂલમાં અભ્યાસ કરીને પોતાની આગવી નિરિક્ષણ શક્તિ અને સર્જન શક્તિની મદદથી અનેક વર્ક મોડેલ બનાવી ચૂક્યો છે.