ચાઈનાના લોકો પણ માને છે પીએમ મોદીને ખાસ નેતા, પ્રેમથી અહીં તેમને ‘મોદિ લાઓક્સિએન’ કહેવાય છે
- પીએમ મોદીને ચીનના લોકો પણ ખાસ નેતા માને છે
- પીએમ મોદીને ‘ મોદિ લાઓક્સિએન ‘તરીકે જાણે છે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ખૂબ જ જાણીતા છે તેઓ સતત લોકોની પહેલી પસંદ બની ઊભરી આવે છએ તો બીજી તરફલ ભારત અને ચીન સાથેના સંબંધો કઈ સારા નથી ચીનની હરકતોથી ભારત ચીન સાથે ગાઢ સંબંધ નથી બનાવતી જો કે મહત્વની વાત એ છે કે બન્ને દેશો વચ્ચેના સંઘર્ષ વચ્ચે ચીનના લોકો પીએમ ોદીને ખાસ નેતા તરીકે ઓળખે છે.
આ વાત એક રિપોર્ટમાં સામે આવી છએ મેરિકન મેગેઝિન “ડિપ્લોમેટ” માં પ્રકાશિત થયેલા એક આર્ટિકલની જો વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં નેટીઝન્સમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેમને પ્રેમથી ‘મોદી લાઓક્સિયન’ કહેવામાં આવે છે. આ શઆબ્જેદનો અર્નોથ એવો થાય છે કે “મોદી અમર છે”.
ઉલ્લેખનીય છે કે બન્ને દેશો વચ્ચે સરહદ વિવાદ હોવા છતાં આંતરરાષ્ટ્રીય નેતા તરફથી આ એક દુર્લભ ગૌરવપૂર્ણ સંદર્ભ છે. રિપોર્ટર મ્યૂ ચુનશાન વ્યૂહાત્મક બાબતોના સામયિક “ડિપ્લોમેટ” માટે “ભારતને ચીનમાં કેવી રીતે જોવામાં આવે છે?” તે શીર્ષકવાળા લેખ લખ્યો છે
આ લેખમાં એમ પણ લખ્યું છે કે મોટાભાગના ચીનીઓ માને છે કે મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે અને સંતુલન જાળવી શકવાની ભરપુર ક્ષમતા તેઓના કારણે ઘરાવે છે. ચુનશાન ચાઈનીઝ સોશિયલ મીડિયા, ખાસ કરીને સિના વેઈબોના વિશ્લેષણ માટે ખૂબ જ જાણીતા પત્રકાર છે. આ સહિત સિના વેઇબો એ ચીનમાં ટ્વિટર જેવું જ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેના 582 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે.એટલે કે તેઓનું આ લખાણથી એ સાબિત થાય છે કે પીએમ મોદી દુશ્મન દેશઓમાં પણ લોકપ્રિય છે.