
IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની જાહેરાત કરી
- ક્રિસ મોરિસની મોટી જાહેરાત
- ક્રિકેટના તમામ ફોર્મેટ પરથી સંન્યાસની કરી જાહેરાત
- IPLના સૌથી મોંઘા વિદેશી ખેલાડી
મુંબઈ:ક્રિસ મોરિસે આજે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્રિસ મોરિસે પોસ્ટમાં કહ્યું કે, આજે હું ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. મારી આ સફરમાં નાની કે મોટી ભૂમિકા ભજવનાર દરેકનો હું આભાર માનું છું.
આવનાર સમયમાં ક્રિસ મોરિસ દક્ષિણ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી ટીમ ટાઇટન્સનાં કોચ તરીકે જોવા મળશે અને પડદા પાછળ કામ કરશે. મોરિસ ઘણા લાંબા સમયથી આફ્રિકન ટીમમાંથી બહાર ચાલી ગયો હતો, જોકે, તે IPL રમતા જોવા મળે છે.
ક્રિસ મોરિસે જુલાઈ 2019માં દક્ષિણ આફ્રિકા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી, તેને દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્થાન મળ્યું ન હતું.