Site icon Revoi.in

સુરેન્દ્રનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે 696.25 કરોના વિકાસ કાર્યોનું લોકાર્યણ-ખાતમુહૂર્ત કર્યું

Social Share

ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ત્રિમંદિર હેલિપેડ, સુરેન્દ્રનગર ખાતે આગમન થતાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પાણી પહોંચ્યું છે.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજી ચૌહાણ, પ્રકાશ વરમોરા, પરસોતમ પરમાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, આઈ. કે. જાડેજા, વર્ષાબેન દોશી સહિતના અગ્રણીશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.