
સીએમ કેજરીવાલ પૂછતાછ માટે CBI ના કાર્યાલય પહોચ્યા,રાજઘાટ પર કહ્યું સત્યની જીત થશે
- સીએમ કેજરીવાલ પૂછતાછ માટે CBI ના કાર્યાલય પહોચ્યા
- રાજઘાટ પર કહ્યું સત્યની જીત થશે
દિલ્હીઃ- દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા એરવિંદ કેજરિવાલને આજે સીબીઆઈ કાર્યાલયમાં પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા છએ તેઓ કાર્યાલય પહોંચી ચૂક્યા છે આ સાથે જ કાર્યાલયની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
કેજરિવાલ સીબીઆઈ સમક્ષ હાજર થવા માટે સીબીઆઈ ઓફિસ પહોંચ્યા હતા. કેજરીવાલની સાથે દિલ્હી સરકારના તમામ મંત્રીઓ, AAP સાંસદ અને પંજાબના સીએમ ભગવંત માન પણ CBI ઓફિસ પહોંચ્યા હતા.
આ સહીત બીજી તરફ, આમ આદમી પાર્ટીના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સીબીઆઈ ઓફિસની આસપાસ લગભગ 1 હજાર સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.સીબીઆઈ ઓફિસ જતા પહેલા સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ તમામ સવાલોના જવાબ આપશે. ભાજપના નેતાઓ મારી ધરપકડની વાત કરી રહ્યા છે, સીબીઆઈ પર ભાજપનું નિયંત્રણ છે.આ સહીત રાજઘાટ પણ તેઓ પહોચ્યા હતા જ્યા તેમણે કહ્યું કે સ્તયની જીત થશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં CBI સમક્ષ તેમની હાજરી પહેલા રાજઘાટ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને કૈલાશ ગેહલોત સહિત તમામ વરિષ્ઠ નેતાઓ હાજર છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને અન્ય બીજેપી નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ સાથે રાજઘાટ પર ધરણા પર બેઠા છે.એક્સાઈઝ પોલીસી કેસમાં સીબીઆઈ સમક્ષ હાજર થવા જઈ રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલીક રાષ્ટ્ર વિરોધી શક્તિઓ નથી ઈચ્છતી કે ભારતનો વિકાસ થાય.