
બીમાર હોઈએ ત્યારે શા માટે નાળિયેર પાણી પીવામાં આવે છે- જાણો તેના ફાયદાઓ
- નાળિયેર પાણીના અનેક ફાયદાઓ
- સુગરના દર્દીઓ માટે નાળિયેર પાણી બેસ્ટ
નાળિયેર પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે,સામાન્ય રીતે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ત્યારે નાળિયેર પાણી વધુ પીતા હોઈએ છીએ, આમ તો નાની મોટી બીમારીમાં આપણે નાળિયેર પાણીને ખૂબ જ મહત્વ આપીએ છીએ પરંતુ ઘણા લોકો કદાચ નહી જાણતા હોય કે શા માટે નાળિયેર પાણી પીવામાં આવે છે, તો ચાલો આજે જાણીએ તેના અનેક ફાયદાઓ.
નાળિયેર પીવાનો સાચો સમય આમ તો વહેલી સવારનો યોગ્ય સમય છે. રોજ ખાલી પેટ નાળિયેર પાણીનું સેવન કરવાથી જ તેના ગુણો શરીરને પુરતા પ્રમાણમાં મળી રહે છે, આ સાથે જ્યારે તમે કસરત કરીને ફ્રી થયા હોવ ત્યારે પણ એનર્જી માટે તેનું સેવન કરી શકો છો, ડાયટમાં પણ તેનું એટલું જ મહત્વ છે.
જાણો નાળિયેર પાણીના ગુણો
- નાળિયેર પાણીમાં પુરતા પ્રમાણમાં એનર્જી સમાયેલી હોય છે અને એટલે જ
- બીમાર અને શરીરમાં વિકનેસ હોવાથી આપણે તેનું સેવન કરીએ છે,
- નાળિયેર બ્લડ સર્ક્યુલેશનને જાળવી રાખે છે
- નાળિયેરના પાણીમાં વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ સમાયેલા હોય છે જે
- બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે છે.
- નાળિયેરમાં રહેલાં એન્ટીઓક્સિડન્ટ, મેગ્નેશિયમ અને એમિનો એસિડ જેવાં તત્વ અને ફેટ ફ્રી હોવાના કારણે તે કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરે છે.
- હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ નાળિયેર પાણી દ્રારા ઘટી શકે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાણી ફાયદાકારક છે તેમાં શુગરનું પ્રમામ હોતું નથી - નાળિયેર પાણીમાં પ્રોટીન, પ્રાકૃતિક ઉચ્ચ પોટેશિયમ અને પ્રાકૃતિક મીઠાશ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ ફાયદા કરાક છે
સાહિન-
tags:
Coconut water