
દિલ્હીમાં ઠંડીનું જોર વધ્યું – સમગ્ર ઉત્તરભારતમાં આવતીકાલે વરસાદની આગાહી
- દિલ્હીમાં ઠંડીનું જોર યથાવત
- આવતીકાલે ઉત્તરભારતમાં વરસાદની શક્યતાઓ
દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે તયારે રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર આજથી ફરી વધી રહ્યો છએ હવામાન વિભાગે આજે ભારે ઠંડીની આગાહી કરી છે તો સાથે જ સમગ્ર ઉતત્રભારતમાં આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતાઓ સેવી છે.
હાલ ઉત્તર ભારતમાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરી, રવિવારે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વરસાદને કારણે આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
આ સાથે જ જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો વિતેલા દિવસે અહી લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી હતું, જે આ મહિનાનું સૌથી વધુ તાપમાન જોવા મળ્યું છે.આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
આ હીત બીજા રાજ્આયોની જો વાત કરીએ તો 29 અને 30 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. 28 અને 29 જાન્યુઆરીએ રાજસ્થાનમાં અને 29 જાન્યુઆરીએ દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ રહેશે. તે જ સમયે, દિલ્હીમાં આજે પણ જોરદાર પવન ફૂંકાવાની શક્યતાઓ છએ તો સાથે જ ગુજરાતમાં પણ આજે વહેલી સવારથી સૂસવાટા સાથએ પવન ફૂંકાઈ રહ્યો છે.