
પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે કરે છે ચિંતા, ગુસ્સો પણ જલ્દી આવે છે,શા માટે જાણો
સ્ત્રીઓમાં ચિંતાનું પ્રમાણ વધુ
સ્ત્રીઓ જલ્દી ગુસ્સે થઈ જાય છે
સામાન્ય રીતે એક સર્વે પ્રમાણે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ સૌથી વધુ ચિંતા કરતી હોય છે,સ્ત્રીઓને ઘરકામથી લઈને બાળકો અને પરિવારની ચિંતા સતાવતી હોય છે આ સાથે જ નાના મોટા ઘરના કામો અને જવાબદારીઓ વચ્ચે તે સતત ચિંતિત રહે છે.સ્ત્રીઓ સરળતાથી અસ્વસ્થ થઈ જાય છે અને સરળતાથી રડી પણ લે છે. વસ્તુઓ તેમના હૃદય અને દિમાગમાંથી ઝડપથી અદૃશ્ય થતી નથી
શા માટે આવું થાય છે જાણો
ઘરની દરેક જવાબદારીઓ જ્યારે સ્ત્રીના માથે હોય છે ત્યારે નાની નાની બાબતોમાં સહજ રીતે ગુસ્સો આવી જાય છે.સ્ત્રીઓને પુરૂષો કરતાં વધુ ઊંઘની જરૂર હોય છે, પરંતુ તેઓ ઘણીવાર પૂરતી ઊંઘ લેતા નથી. તેમને ઘરના કામકાજમાં હાજરી આપવા માટે સવારે નિયમિત સમયે જાગવું પડે છે, જ્યારે પુરુષો સામાન્ય રીતે સવારે મોડે સુધી સૂઈને તેની ભરપાઈ કરે છે. તેના ઉપર જો પત્ની કામ કરતી હોય તો બપોરે પણ સૂવાનો વારો આવતો નથી. તે એક અધિકૃત વૈજ્ઞાનિક તથ્ય છે જે સ્ત્રીના સહજ સ્વભાવને અસર કરે છે.
બીજુ કારણ જોવા જઈએ તો વેબ પ્રોગ્રામિંગ કંપની લેન્ટર્ન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ 11 ટકા વધુ તણાવગ્રસ્ત અને 16 ટકા વધુ બેચેન હોય છે. ફેમિલી સાયકોલોજિસ્ટ એમી શોફનરે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે મહિલાઓમાં સ્ટ્રેસ લેવલ વધુ હોવાનું કારણ વસ્તુઓ કે સમસ્યાઓ પ્રત્યે તેમનું વલણ છે. મહિલાઓ એવી વ્યક્તિ કે વસ્તુથી દૂર નથી જતી જે તેમને તણાવનું કારણ બની રહી છે. તેઓ સમસ્યાઓના ઊંડાણમાં જાય છે અને વારંવાર તેમાં ફસાઈ જાય છે, જેનાથી તેમનું તણાવનું સ્તર વધે છે.
સાથે જ બીજી તરફ જ્યારે પુરુષો ‘ફાઈટ ઓર ફ્લાઈટ’માં માને છે. સ્ત્રીઓમાં તણાવ વધુ હોવાનું બીજું કારણ એ છે કે તેઓ પરફેક્શનિસ્ટ હોય છે અને વસ્તુઓને લાંબા સમય સુધી યાદ પણ રાખે છે. તે સરળતાથી કંઈપણ ભૂલી શકતી નથી અને રાત-દિવસ પોતાના વિચારોમાં મગ્ન રહે છે.