
2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી અત્યાર સુધી બહાર છે આ દિગ્ગજ, ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંપૂર્ણ યાદી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હજુ શરૂ પણ નથી થઈ અને બાંગ્લાદેશને બાદ કરતાં તમામ ટીમોના કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં હવે બે નવા ખેલાડીઓના નામ સામેલ થયા છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પગમાં ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમે.
જ્યારે ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઘૂંટણમાં સોજાને કારણે પરેશાન છે. તેના રમવા પર પણ શંકા છે.
આ પહેલા 10 ખેલાડીઓ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. આ સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયાને સૌથી મોટો ફટકો પડ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ત્રણ ખેલાડીઓ પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ માર્શ ઈજાના કારણે ટુર્નામેન્ટમાં નહીં રમે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોરખિયા અને ગેરાલ્ડ કોએત્ઝી પણ ઈજાના કારણે બહાર છે.
આ સિવાય ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, પાકિસ્તાનનો સૈમ અયુબ, ઈંગ્લેન્ડનો જેકબ બેથેલ, અફઘાનિસ્તાનનો અલ્લાહ ગઝનફર અને ન્યૂઝીલેન્ડનો બેન સીયર્સ ઈજાના કારણે ટૂર્નામેન્ટનો ભાગ નહીં લઈ શકે.