1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ સહીતના દર્દીઓ વધતા ચિંતાનો માહોલ – એઈમ્સના ડોક્ટરે પીએમ મોદીને બેડ વધારની  કરી અપીલ
દિલ્હીની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ સહીતના દર્દીઓ વધતા ચિંતાનો માહોલ – એઈમ્સના ડોક્ટરે પીએમ મોદીને બેડ વધારની  કરી અપીલ

દિલ્હીની હોસ્પિટલોમાં ડેન્ગ્યુ સહીતના દર્દીઓ વધતા ચિંતાનો માહોલ – એઈમ્સના ડોક્ટરે પીએમ મોદીને બેડ વધારની  કરી અપીલ

0
Social Share
  • દિલ્હીની હોસ્પિટલોમાં દર્દીઓ વધ્યા
  • પીએમ મોદીને બેડ વધારવા માટે કરવામાં આવી અપીલ

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાંથી કોરોના સંક્રમણના કેસો ઓછા થયા છે તે વાત ચાસી છે પરંતુ તેની સામે અનેક બીમારીઓએ પગપેસારો કર્યો છે, પરિસ્થિતિ એ  ર્જાઈ રહી છે કે આ હોસ્પિટલોમાં ડેન્ગ્યુ, તથા કોવિડ પછીની અને નોન-કોવિડ સમસ્યાઓ સાથે સંકળાયેલા દર્દીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે,પરિણામે અનેક હોસેપ્ટલો ફૂલ થઈ ચૂકી છે અને બેડની અછત વર્તાઈ રહી છે.

મહાનગરપાલિકા તરફથી મળતી માહિતી પ્રમાણે આ વર્ષે 9 ઓક્ટોબર સુધી ડેન્ગ્યુના 480 દર્દીઓ નોંધાયા છે. છેલ્લા અઠવાડિયમાં જ ડેન્ગ્યુના કુલ 139 દર્દીઓ મળી આવ્યા હતા. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વખતે મહત્તમ દર્દીઓ જોવા મળ્યા છે, જ્યારે હોસ્પિટલોમાં પરિસ્થિતિ એવી છે કે ડેન્ગ્યુના કારણે બેડ ફૂલ થઈ ગયા છે.

જો વાત કરીએ દિલ્હીની જૂદી જૂદી હોસ્પિલમાં દર્દીઓની તો માત્ર મેક્સ પટપડગંજમાં પરિસ્થિતિ એવી છે કે અહીં તમામ પથારીઓ ભરેલી જોવા મળી રહી છે. બુધવારે બપોરે અહીં એક પણ બેડ ખાલી નહોતો. તેવી જ રીતે ફોર્ટિસ, એપોલો અને મેક્સની અન્ય હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા  છે. આ સિવાય એમ્સ, સફદરજંગ, લોક નાયક અને જીટીબી હોસ્પિટલમાં પથારી માટે ઘણો સંઘર્ષ કરતા દર્દીઓ જોવા મળી રહ્યા છે.

એઈમ્સના ડોક્ટરની પીએમ મોદીને બેડ વધારવાની અપીલ

આ સમગ્ર સ્થિતિને જોતા આઈમ્સના ડોક્ટર વિજય ગુર્જરે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું છે કે તેમના મિત્રએ દિલ્હીની તમામ હોસ્પિટલોની મુલાકાત લીધી પરંતુ તેમની માતાને ક્યાંય દાખલ કરવા માટે બેડ નથી મળી રહ્યો તેઓ એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં પણ પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ બેડ મળ્યો ન હતો, તેથી હોસ્પિટલોમાં હવે બેડની સંખ્યામાં વધારો કરવો જોઈએ

અનેક હોસ્પિટલોમાં બ્લડ અને ડેન્ગ્યુ માટે પ્લેટ્સની અછત વર્તાઈ

હોસ્પિટલોમાં બેડ ફૂલ થવાની સાથે જ ત ડેન્ગ્યુ માટે પ્લેટલેટ્સ અને લોહીની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્યાંક પ્લેટલેટ્સ 10 અને ક્યાંક 15 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યા છે. નવી દિલ્હીના ડોક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે પ્લેટલેટ્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ હોસ્પિટલે કહ્યું કે દરેક દર્દીની માંગ પૂરી કરવી મુશ્કેલ છે. આ સાથે જ એમ્સના નર્સિંગ ઓફિસરે પણ જણા્વ્યું હતું કે ડેન્ગ્યુના કારણે તેમના ત્યા પણ પ્લેટલેટ્સની ખૂબ માંગ છે. ઘણા લોકો અન્ય હોસ્પિટલોમાંથી અહીં દાખલ થવાની માંગ કરી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code