અમદાવાદ મ્યુનિની બજેટ બેઠક ઓનલાઈન નહીં પણ ફિઝિકલ બોલાવવા કોંગ્રેસની માગ
અમદાવાદઃ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી તા. 15 એપ્રિલના રોજ ટાગોર હોલ ખાતે યોજાનારી બજટે બેઠક ઓનલાઈન નહીં પરંતુ ફિઝિકલ બોલાવવા માટે કોંગ્રેસે માગણી કરી છે. શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સ, સહિત કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરવા તૈયારી દશાવીને ફક્ત ૫૦ ટકા કોર્પોરેટરોની હાજરી સાથે ફિઝિકલ બજટે બેઠક યોજવાની માગણી સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ મેયર કિરીટ પરમારને આવેદનપત્ર સુપરત કર્યુ હતું.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધતા જાય છે. સાથે મૃત્યુદર પણ વધી રહ્યો છે. ત્યારે મ્યુનિ કોર્પોરેશનનની આગામી તા. 15મી એપ્રિલના રોજ મળનારી બજેટ બેઠક 50 ટકા કોર્પોરેટરોની હાજરી સાથે ફિઝિકલી બોલાવવાની કોંગ્રેસે માગ કરી છે. હાલ કોરોનાની મહામારીને પગલે રાજ્ય સરકારની ગાઈડલાઈન અને સૂચનાને અનુસરીને બજટે બેઠક અંગે નિર્ણય કરવાની મેયર કિરીટ પરમારે હૈયાધારણ આપી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને મ્યુનિ.કોર્પોરેશનની ઓનલાઈન બજટે બેઠક યોજવાનો કોંગ્રેસના કોર્પોરેટરોએ વ્યાપક વિરોધ કર્યો હતો. અને ફિઝિકલ બજટે બેઠક બોલાવવાની માંગણી કરી છે. ઈકબાલ શેખ, નીરવ બક્ષી, વગેરે કોર્પોરેટરોએ મેયર કિરીટ પરમારને આ અંગે આવેદન પત્ર સુપરત કરવા સાથે રજુઆત કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ એવી રજુઆત કરી હતી, શહેરના પ્રશ્નોની અસરકારક રજુઆત કરવા, પૂરક માહિતી માંગવા સહિતના મુદ્દે ચર્ચા કરી શકાય તે માટે ફઝિકલ બજટે બેઠક બોલાવવી અનિવાર્ય છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

