1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચામાં કોંગ્રેસે મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ઉઠાવ્યો
ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચામાં કોંગ્રેસે મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ઉઠાવ્યો

ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચામાં કોંગ્રેસે મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ઉઠાવ્યો

0
Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના નામનો ઉપયોગ કરીને રજવાડી ઠાઠ ભોગવતા મહાઠગ એવા કિરણ પટેલના કરતૂસોનો પડદાફાશ થયા બાદ કિરણને ભાજપના ક્યા નેતા સાથે સંપર્કો કે સંબંધો હતા એની લોકચર્ચા ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ તેમજ ગુજરાત એટીએસ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા કિરણ પટેલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પરમારે  સરકારને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે સવાલ ઉઠાવાતાં ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડ બચાવની ભૂમિકામાં આવી અને ગૃહ વિભાગની કામગીરીની વાહવાહી કરવા લાગ્યા હતા. કોંગ્રેસના રાજમાં રાજકીય હત્યા થતી હોવાના ભાજપના ધારાસભ્યના આક્ષેપ વચ્ચે હરેન પંડ્યાની હત્યા અંગે જવાબ આપવા પણ કોંગ્રેસના ધારાસભ્યોએ સામૂહિક કોમેન્ટ કરી હતી.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ, આઈએએસ અને આઇપીએની જાસૂસી થવી, પેપરલીક જેવી ઘટના બનવી, સરકારી પાયલટ બે વર્ષ સુધી અંગત ઉપયોગ માટે સરકારી વિમાનનો દુરુપયોગ કરવો, આ સ્થિતિ પરથી લાગે છે કે રાજ્યમાં કાયદો અને સલામતીની સ્થિતિ સારી નથી. તેમણે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દુષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જેમ ડબલ એન્જીનની સરકાર છે. તેમ ગૃહ વિભાગ પણ ડબલ એન્જીનથી ચાલે છે. ગૃહ વિભાગના પ્રથમ એન્જીન એટલે બાતમીદાર અને બીજું એન્જીન એટલે વહીવટદાર. ગૃહ વિભાગનું જેટલું બજેટ નથી એટલી રકમનો દારૂ અને ડ્રગ્સ પકડાય છે. રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને અભિનંદન આપું છે. જો કે, નિર્લિપ્ત રાયની પણ જાસૂસી કરવામાં આવે છે. તે રેડ પાડવા જવાના હોય તે પહેલાં બુટલેગરને રેડની ખબર પડી જાય છે. જે પોલીસ વિભાગ માટે શરમજનક બાબત છે.

ગુજરાતનું પોલીસ તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાનો દાવો કરતાં કોંગ્રેસના શૈલેષ પરમારે જણાવ્યું કે, પોલીસ અને સ્કવોર્ડ આમને-સામને આવી ગઈ છે. વહીવટદારો હપતા ઉઘરાવાનું કામ કરે છે અને તે જ વહીવટદારોને લીધે સ્કવોર્ડ રેડ પાડી શકતી નથી.  રાજ્યમાં નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2014 થી 2022 સુધી 14322 બળાત્કારના ગુના નોંધાયા છે. જેમાં માત્ર 231 ગુનાઓ સાબિત થયા છે. રાજ્યના પોલીસ વિભાગમાં 14 હજાર જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી તાજેતરમાં જ મહાઠગ કિરણ પટેલને Z+ સિક્યુરિટી આપવાનો મુદ્દો ચર્ચાના એરણે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ સરકારને આ મુદ્દે આડે હાથ લીધી હતી. શૈલેષ પરમારે જણાવ્યું કે, ડબલ એન્જીનની સરકાર ચાલી રહી છે ત્યારે કિરણ પટેલ જેવી ઘટના બનવી એ અત્યંત શરમજનક છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં નોકરી કરતાં હોવાનું જણાવી સરકારી તંત્રનો દુરુપયોગ કરનારા કિરણ પટેલના તાર ગુજરાત સુધી જોડાયેલા છે તેમ છતાં રાજ્યની આઈ.બી. કંઈ જ કરી શકી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code