1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લા પંચાયતની બે અને ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત
રાજકોટ જિલ્લા પંચાયતની બે અને ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત

રાજકોટ જિલ્લા પંચાયતની બે અને ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત

0
Social Share

રાજકોટઃ  જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે મંગળવારે પરિણામ જાહેર કરાતા  ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને  જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે એમાં તેઓ અસફળ રહેતાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે. જોકે સીધો ફટકો વિજય રૂપાણીના હોમટાઉનમાં પડ્યો છે.

કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી આવી હતી, જેમાં ભાજપમાંથી છગન તાવિયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. એમાં છગન તાવિયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2084 મતથી હાર આપી છે

કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. એમાં કોંગ્રેસનાં શારદાબેનને 5103 મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4868 મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 235 મતથી વિજેતા થયાં છે. રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code