1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણથી વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થશે
દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણથી વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થશે

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણથી વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થશે

0
Social Share

અમદાવાદઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. આ કામગીરી તબક્કામાં વહેંચવામાં આવી છે. દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે એમ મુંબઈ-દિલ્હી વચ્ચે એક્સપ્રેસ-વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ એક્સપ્રેસ-વેના નિર્માણથી દર વર્ષે અંદાજિત 320 મિલીયન લીટરથી વધુના ઈંધણની બચત થવાની શકયતા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. ભારતના સૌથી લાંબા 1350 કિ.મી. અને અંદાજે રૂા. 98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી 423 કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજયોની સરખામણીએ આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થશે. આ એક્સ્પ્રેસ-વે નિર્માણથી મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થશે.

આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હાઈવેના નિર્માણથી અંદાજિત 320 મિલીયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણ બચત થશે. જેનાથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે.

આ હાઈવે ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ (VME)માંથી પસાર થાય છે. જે હાલના NH – ૪૮ની સરખામણીમાં બંને શહેરો વચ્ચેનું મુસાફરી અંતર 132 કિ.મી. ઘટાડશે. 120 કિમી/કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે જે મુસાફરીના સમયને લગભગ 50 ટકા ઘટાડવામાં મદદ કરશે. એક્સપ્રેસ-વે હાલના NH – 48 પરની ભીડને ઓછી કરશે.

અકસ્માતો અને જાનહાનિમાં ઘટાડો થશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડાની સાથે ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સ્પર્ધાત્મક બનાવીને મેક-ઇન-ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code