1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. શિયાળામાં સૂંઠ-ગોળનું કરો સેવન, શરદી, ખાસી અને ગળાની સમસ્યામાં મળે છે રાહત
શિયાળામાં સૂંઠ-ગોળનું કરો સેવન, શરદી, ખાસી અને ગળાની સમસ્યામાં મળે છે રાહત

શિયાળામાં સૂંઠ-ગોળનું કરો સેવન, શરદી, ખાસી અને ગળાની સમસ્યામાં મળે છે રાહત

0
Social Share

આજકાલની જે ફાસ્ટ લાઈફ ચાલી રહી છે જેમાં અવનવી બીમારીઓ જોવા મળે છે, હાથ પગ દુખવાથી લઈને માથું દુખવું જેવી સમસ્યાઓ જડાણે હવે ઘરે ઘરે જોવા મળે છે,આપણી આસપાસ આવા અનેક રોગો છે, જેનો આપણે વારંવાર શિકાર થતા  હોઈએ છે. કેટલીક વખત અનેક બીમારીઓ લાંબા સમય સુધી અથવા જીવનભપર આપણી સાથે રહે છે. આવી સ્થિતિમાં આપણે આપણી હેલ્થનું ધ્યાન આપવું ખૂબ જ જરુરી છે.

આપણે શરીરને સ્વસ્થ રાખવા તંદુરસ્ત ખોરાકની જરુર છે, કારણ કે આપણો ખોરાક છે જે આપણને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે અને ઘણી સમસ્યાઓમાં આપણને બચાવવાનું કામ પણ કરે છે. પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો આપણા આહારમાં આવશ્યક છે. આવી સ્થિતિમાં, તમે સૂકા આદુના દૂધનું સેવન કરી શકો છો, કારણ કે તે આપણા શરીરને ઘણા ફાયદા આપવા માટે જાણીતું છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે.ખાસ કરીને સૂંઠ અને ગોળનું સેવન શિયાળામાં ઘણો ફઆયોદ કરે છે.

સુકા આદુ વાયરલ ફલૂ, શરદીમાં રાહતની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ કામ કરે છે, કારણ કે તેમાં બેક્ટેરિયા વિરોધી અને બળતરા વિરોધી ગુણધર્મો છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ સૂકા આદુ એટલે કરે સૂઠ વાળું દૂધ પી શકો છો.આ સાથે જ સૂંઠને ગોળમાં મિક્સ કરીને તેની ગોળીઓ બનાવીને તેને સવારે ખાવી જોઈએ

જે લોકોને સાંઘાના દુખાવાની ફરીયાદ હોય સૂકા તેમણે  પણ ગોળ અને સૂંઠની ગોળી ખાલી જોઈએ તેનાથી સંધિવા અને સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે. આ માટે તમારે રાત્રે સૂતા પહેલા સૂકા આદુના દૂધનું પણ સેવન કરી શકો છો તેમાં 1 ચમચી સૂઠ પણ એડ કરીદો.

જો તમે પાચન સંબંઘિત સમસ્યાઓથી પીડિત છો, તો તમે સૂંઠનું સેવન કરશો તો તે પેટમાં દુખાવો, એસિડિટી, કબજિયાત અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે.

આ સાથે શિયાળાની ઠંડીમાં ગળું બેસી ગયું હોય શરદી થતી હોય કે ખાસી થતી હોય આ તમામ સમસ્યા સૂંઠ અને ગોળ મિક્સ કરીને ખાવાથી મટે છે.આ માટે ગોળ અને સૂંઠ  સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરીને તેની નાની નાની ગોળીઓ વાળી લો અને સવારે જાગીને ભૂખ્યા પેટે 1 કે 2 ગોળઈનું સેવન કરો

આ સૂંઠ અને ગોળ છાતીમાં જામ થયેલો કફને છૂટો પાડે છે.નાક વાટે કફ બહાર નીકળી જાય છે.સાથે જ ગળાની ખરાશ પણ દૂર કરવામાં મદદરુપ બને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code