ગરમીમાં ચીકૂનું સેવન અતિશય ફાયદો કરાવે છે, પાણીની ઉપણ પણ કરે છે દૂર
- ઉનાળામાં ચીકૂ ખાવાથી ઘણા ફાયદા થાય છે
- આ સાથે જ ઉનાળામાં પાણીની કમી દૂર થાય છે
આમ તો ડોક્ટર્સ દરેક લોકોને ફ્રૂટ ખાવાની સલાહ આપે છે, ખાસ કરીને હાલ ગરમીની સિઝન ચાલી રહી છે આવા સમયે ખાકસ એવા ફળો ખાવા જોઈએ જેમાંથી આપણાને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે જેથી બોડી દિવસ દરમિયાન એનર્જીયુક્ત રહે,આ માટે ઉનાળામાં ચીકૂનું સેવન પણ ઇત્તમ ગણવામાં આવે છે.ચીકૂ ખાવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે તો ચાલો જાણીએ શા માટે ઉનાળામાં ચીકૂ ખાવામાં આવે છે.
જો ચીકબના ગણોની વાત કરવામાં આવે તો ચીકૂમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન , અને 25.5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહ તત્વ ઘણી માત્રામાં હોય છે.જે આપણા આરોગ્યને પુરતા પ્રમાણમાં જરુરી તત્વો છે.
આ સાથે જ ચીકૂનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે તેમાં રહેલું કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા ખુબજ ફાયદો કરે છે.
બીજી તરફ જોવા જઈએ તો ચીકૂના સેવનથી ગ્લુકોઝની માત્રા સરભર થવાથી શરીર ને શક્તિ મળે છે.આખો દિવસ કામ-કાજ કરીને થાકતા લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ..
ચીકુમાં ખાસ કરીને ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત અથવા અપચા જેવી તકલીફોમાંથી રાહત આપે છે. ચીકું રોજ ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે.
બીજી તરફ ચીકુમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું હોય છે જે આંખોના તેજ માટે ખુબજ આવશક છે. તેનો ઉપયોગ કરવાથી આંખોના નંબર પણ દૂર કરી શકાય છે.નાના બાળકોને ચીકુ ખવડાવવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.
ચીકૂમાં એન્ટીબેકટેરિયલ અને એન્ટીવાઈરલ હોવાથી શરીરને ફાયદો કરે છે. તે શરીરમાં આવતા બેકટેરિયા ને રોકે છે. તેમાં રહેલું વિટામિન સી શરીરના રહેલા બેક્ટેરિયા નો નાશ કરે છે. તેમાં રહેલું એન્ટીબેકટેરિયલ અને ફાઇબર કેન્સર ને થતું અટકાવે છે.


