
ઉનાળાની ગરમીમાં કાચી ડુંગળીનું સેવન ખૂબ જ ગુણકારી -ગરમીથી આપે છે રાહત
- કાચી ડુંગળી ઉનાળામાં ગુણકારી
- ગરમીમાં ડુંગળી ખાવાથઈ રાહત મળે છે
હવે ઉનાળાની શરુઆત થી ચૂકી છે ત્યારે ગરમી પણ ખૂબ લાગશે આવી સ્થિતિમાં દરેક લોકોએ પોતાના ખાનપાનની ખાસ સંભઆળ રાખવી જોઈએ બને ત્યા સુધી ઠંડીમાં શાકભાજી ફળોના રસનું સેવન કરવું જોઈએ,તીખો ખોરાક,તળેલો ખોરાક અને જંકફૂડ બંધ કરવું જોઈએ, આ સાથે જ એવો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી શરીરમાં ગરમી ઓછી થાય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે .એક અભ્યાસ પ્રમાણે ડુંગળી ખાવાથી ગરમીમાં રાહત મળે છએ, ઉનાળાની ગરમીમાં ડુંગળી ખાવી જોઈએ.
ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદાઓ છે તો ચાલો જાણીએ ડુગંળી કઈ રીત ેુનાળામાં ગુણકારી સાબિત થાય છે અને તેને ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે.
- ખાસ કરીને ડુંગળીનું સેવન કરવાથી તે આપણાને ડિહાઇડ્રેશન બોડીથી બચાવે છે અને શરીરને ઠંડુ રાખે છે.
- આ સાથે જ ડુંગળી એક એવી વસ્તુ છે જેમાં આ બંને ગુણધર્મો ભરપુર સમાયેલા છે જેથી ડુંગળીનો ઉપયોગ કરીને શરીરની તંદુરસ્તી જાળવી શકાય છે.
- ઉનાળામાં ડુંગળી સલાડ તરીકે ખાવાથી લૂ લાગતી નથી
- ડુંગળીના સેવન કરવાથી શરીરમાં ઠંડક રહે છે. તેમાં પણ જો તમે તેમાં ડુંગળી અને લીંબુ મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો બમણો ફાયદો થાય છે
- કાચી ડુંગળી ખાવાથી શરીરને વિટામિન સી પુરતા પ્રમાણમાં મળી રહે છે, જે શરીરનું તાપમાન જાળવી રાખે છે
- આ સાથે જ ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં પ્રીબાયોટિક અને ફાઈબર હોય છે, જે શરીરની પાચક શક્તિને સ્વસ્થ રાખે છે,
- ડુંગળી ખાવાથી શરીરનું કોલેસ્ટરોલનું સ્તર જળવાય રહે છે
- બીજા એક અભ્સયા મુજબ ઉનાળામાં ડાયાબિટીઝના દર્દીઓ માટે ડુંગળી ખાવી ફાયદાકારક છે. કારણ કેડુંગળીમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે.
- ડુંગળીનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોવાથી આવી સ્થિતિમાં ડુંગળી ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારકગણવામાં આવે છે.