HealthCareગુજરાતી

ઉનાળાની ગરમીમાં તરબૂચ અને મિન્ટ ડ્રિંકનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સાહિન મુલતાની-

  • વોટર મેલન-મિન્ટ ડ્રિંક
  • પાચન શક્તિ બનાવે છે મજબૂત
  • ગરમી અને લૂમાં આપે છે રાહત
  • નેચરલ હોવાથી ગળાને નહી થાય પ્રોબલેમ

ઉનાળાની સિઝનમાં આપણાને અવનવા ઠંડાપીણા પીવાનું મન થતું હોય છે, પરંતુ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે એટસે શરદી કે ગળું ન પકડાઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે, ત્યારે આ સંકટના સમયે ઠંડા પીણામાં શપુ પીવું જોઈએ તે વાત સૌ કોઈને સતાવે છે, ત્યારે આપણે એક નેચરલ ડ્રિંકની વાત કરીશું .

આ નેચરલ ડ્રિંક એટલે તરબૂચ અને ફુૂદીનાનું બનતું ડ્રિંક,જે તમને ગરમીમાં રાહત તો આપશે જ પરંતુ તે સાથે જ તમને શરદી કે પછી ગળાની બિમારીની ચિંતા પણ નહી રહે, ઉપરથી આ ડ્રિંક પીવાથી ઈમ્યૂનિટીમાં પણ વધારો થશેસ શરદી હશે તો શરદીમાં પણ રાહત થશે, આ સાથે આ ડ્રિંકની એક ખાસિયત એ છે કે તમે માત્ર 5થી 7 મિનિટમાં બનાવી શકો છો. તો ચાલો જોઈએ વોટરમેલન મીનિટ ડ્રિંક કઈ રીતે બને છે, અને તેના ફાયદાઓ શું છે.

સામાન્ય રીતે આપણે સો કોઈ જાણીએ છીએ કે તરબૂચમાં અનેક મિનરલ્સ અને વિટામીન સમાયેલા હોય છે,તેમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, આ કિડની સ્ટોનને વધતા રોકે છે, ઓસ્ટિયોપોરોસિસ અને હાર્ટ બીટને રેગુલેટ કરે છે. ઉનાળુ ફળના ગુણો અનેક હોવાથી તરબૂચનું સેવન કરવુ જોઇએ.તો સાથે જ ફૂદીનો કુદરતી ઓષધિ ગણાય છે ફૂદીના એસીડિટી જેવા રોગોનો રામબાણ ઈલાજ છે ત્યારે આ બન્નેના મિશ્રણથી બનેલું ડ્રિંક ખરેખર શરીર માટે ફાયદાકારક છે

એક ગ્લાસ ડ્રિન્ક બનાવવાની રીતઃ- સૌ પ્રથમ તરબૂચની સમારી લો, તેમાં બી કાઢી લો, હવે એક મિક્સની જારમાં 100 ગ્રામ જેટસા તરબૂચના ટૂકડા, 10 થી 12 નંગ ફૂદીનાના પાન, એક ચમચી જીરુ, અડધી ચમચી સંચળ, પા ચમચી મરીનો પાવડર એડ કરો, હવે તેમાં એક ગ્લાસ પાણી એડ કરીને મિક્સરને બરાબર ફેરવી લો, તૈયાર છે તમારું વોટરમેલન મિન્ટ ડ્રિંક, આ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો વધશે જ સાથે તમને અપચાની ફરીયાદમાં રાહત મળશે, પેટમાં થતી બળતરા પણ દૂર થશે, અને પેટમાં ઠંડકની ઇનુભુતી થશે,તો આજથી જ ટ્રાય કરો ઉનાળાની ભર બપોરે આ વોટર મેલન મિન્ટ ડ્રિંક પીવાની અને ગરમીને ટાટા બાય બાય કહેવાની.

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply