
કોરોના: દેશમાં 2,226 નવા કેસ નોંધાયા,સાથે 65 લોકોએ ગુમાવ્યો જીવ
- કોરોના કેસ અપડેટ
- 24 કલાકમાં 2226 નવા કેસ નોંધાયા
- સાથે 65 લોકોએ ગુમાવ્યો જીવ
દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં ભારતમાં કોરોના સંક્રમણના 2000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યાં શનિવારે કોવિડના 2323 નવા કેસ નોંધાયા હતા.તે જ સમયે, આજે 2226 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 65 દર્દીઓના મોત થયા છે.
માહિતી અનુસાર, ભારતમાં 65 દર્દીઓના મૃત્યુ પછી, ચેપથી મૃત્યુઆંક 5,24,413 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા 14 હજારથી વધુ છે.
દેશમાં કોરોનાવાયરસની અસરથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા પણ તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશમાં લોકોને વેક્સિન મળી રહે તે માટે સરકારે જોરદાર પ્રયાસ કર્યો છે અને અંદાજે 100થી વધારે લોકોને કોરોનાની વેક્સિન પણ આપી દેવામાં આવી છે. કોરોનાની લહેર હતી ત્યારે સરકાર દ્વારા રોજના કરોડો લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ પણ નોંધ્યો હતો.