1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાને કારણે ચંદીગઢમાં ફરીવાર સ્કૂલો બંધ,બાળકોના ભણતરને અસર થવાની સંભાવના
કોરોનાને કારણે ચંદીગઢમાં ફરીવાર સ્કૂલો બંધ,બાળકોના ભણતરને અસર થવાની સંભાવના

કોરોનાને કારણે ચંદીગઢમાં ફરીવાર સ્કૂલો બંધ,બાળકોના ભણતરને અસર થવાની સંભાવના

0
Social Share
  • ચંદીગઢમાં કોરોનાની અસર
  • ફરીવાર શાળાઓ થઈ બંધ
  • બાળકોના ભણતરને અસર

ચંદીગઢ:કોરોનાને કારણે ઉત્તરભારતના શહેર ચંદીગઢના પ્રસાશને મહત્વનો નિર્ણય લીધો છે. ચંદીગઢમાં કોરોનાને ધ્યાનમાં રાખીને શાળાઓને ફરીવાર બંધ કરી દેવામાં આવી છે અને તે હવે આગામી 7 જાન્યુઆરી 2022 સુધી બંધ રહેશે.

જાણકારી અનુસાર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે બાળકોને ચેપના વધતા જોખમથી બચાવવું જરૂરી છે જેના માટે ઓફલાઇન અભ્યાસ હાલ માટે બંધ કરવામાં આવશે. જેને લઈને તમામ સરકારી, સરકારી સહિત અને ખાનગી શાળાઓમાં 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી, 2022 સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે.

સરકારે સોમવાર, 20 ડિસેમ્બરથી શિયાળુ વેકેશન નું પુનઃઆયોજન કર્યું છે અને શાળાઓ બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે પ્રથમ શિયાળુ વેકેશનની અંતિમ તારીખ 27 ડિસેમ્બરથી વધારીને 05 જાન્યુઆરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઓમિક્રૉન વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાએ બાળકોને પોતાની ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. છેલ્લા 10 જ દિવસમાં 19 બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જેમા સૌથી વધારે સુરતમાં સાત કેસ સામે આવ્યા છે. રાજકોટમાં પાંચ, અમદાવાદમાં ચાર અને વડોદરામાં ત્રણ બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. બાળકોમાં સતત વધતાં કોરોના કેસનાં કારણે વાલીઓમાં ફરી ચિંતા વધી ગઈ છે. મોટા પ્રમાણમાં બાળકોમાં કોરોના કેસ સામે આવતા વાલીઓએ હવે ફરીથી શાળાઓને બંધ કરવા માટે માંગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code