1. Home
  2. ગુજરાતી
  3. કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત

કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત

0
Social Share
  • 24 કલાકમાં 39114 દર્દીઓ થયા સાજા
  • રિકવરી રેટ 97.48 ટકા થયો
  • અત્યાર સુધીમાં 53.49 કરોડ કરાયાં ટેસ્ટ
  • કોરોનાના નવા 37875 પોઝિટિવ કેસ નોંધાયાં

દિલ્હીઃ ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી પરત ઘરે ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 37875 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની રાહતની વાત એ છે કે, 39114 દર્દીઓ સાજા થયાં હતા. આમ દેશમાં અત્યાર સુધીમાં 3.23 કરોડ દર્દીઓએ કોરોનાને પરાજીત કર્યો છે. રિકવરી રેટ 97.48 ટકા ઉપર પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં સવા બે મહિનાથી કોરોનાના સતત 50 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે. આમ કોરોનાનું સંક્રમણ ઘટડા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સામે આવતા કેટલાક નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 24 કલાકમાં 17.53 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 53.49 કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

છેલ્લા 74 દિવસોથી 2.49 ટકા પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3 ટકા કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.16 ટકા છે. છેલ્લા 9 દિવસથી 3 ટકા કરતા ઓછો અને સતત 93 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5 ટકાથી નીચે રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code