
દિલ્હીમાં કોરોનાનો કહેર – એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર થશે રેંડમ ટેસ્ટ
- દિલ્હીમાં એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર રેંડમ કોરોના પરિક્ષણ કરાશે
- બહારથી આવતા તમામનું થશે પરિક્ષણ
દિલ્હી – દિલ્હીમાં વધતા રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને આજે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠક મળી હતી,જેનીઅધ્યક્ષતા એલજીએ કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે દિલ્હીના એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર આવનારા લોકોની રેન્ડમ કોરોના પરીક્ષણ કરવામાં આવશે.
એલજીએ માહિતી આપી હતી કે આવનારા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને વધુ જાગૃત રહેવાની જરૂર છે. આ જ કારણ છે કે જે રાજ્યોમાં કોરોના કેસ સૌથી વધુ છે, ત્યાંથી આવતા મુસાફરોનું રેન્ડમ કોરોના પરીક્ષણ કરવામાં આવશે.
આ બાબતે નક્કી કરવામાં આવ્યું છે કે,મોટી સંખ્યામાં પરીક્ષણ અને જિનોમ સિક્વન્સીંગ થશે. તે સાથે જ મોટા પ્રમાણની વસ્તી જેમાં ખાસ કરીને ગરીબ, વંચિત અને જેની પાસે ડિજિટલ પ્લેટફોર્મ નથી, તેમને રસી આપવાના કાર્યને વેગ આપવામાં આવશે.
બીજી તરફ રાજધાની દિલ્હીમાં બે દિવસથી કોરોનાના 800 થી વધુ કેસ નોંધાય રહ્યા છે. રવિવારે 823 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જે આ વર્ષેનો સૌથી વધુ આંકડો છે. વઝતા કેસોની સાથે સંક્રમણ દર 1.03 ટકા થયો છે. એક દિવસમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું. તો 613 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
સાહિન–