
કોરોનાથી પીડિત દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર વિદેશથી આયાત કરી શકે છે ઓક્સિજન
- ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓને મળી શકે છે રાહત
- સરકાર બહારથી ઓક્સિજનની આયાત કરી શકે છે
- કોરોના પીડિત દર્દીની સેવામાં ઓક્સિજન જરૂરી
નવી દિલ્હી : કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એવી રીતે પ્રસરી છે કે જેને લઈને તમામ લોકો ચિંતામાં છે. સરકાર દ્વારા શક્ય એટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી સંક્રમિત દર્દીઓને વધારે રાહત મળી શકે છે.
છેલ્લા કેટલાક સમયમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ વધી છે અને કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી આવી હોય તેવા અહેવાલ બહાર આવ્યા છે ત્યારે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેન્દ્ર સરકાર બહારથી ઓક્સિજનની આયાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ હાલ ભારત સરકારની યુએઈ તથા સિંગાપોર સાથે ઓક્સિજનની આયાત બાબતે વાત ચાલી રહી છે અને ટૂંક સમયમાં વિદેશથી ભારતમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની આયાત થઈ શકે તેમ છે. ગૃહમંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહએ કોરોનાની સ્થિતિ વિશે સમીક્ષા કરી છે અને તે બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં કોરોનાવાયરસના વધતા કેસની સામે સરકાર તમામ પ્રકારના પગલા લઈ રહી છે અને લોકોના જીવ બચાવવાના પ્રયાસ પણ કરી રહી છે. ઓક્સિજનની આયાત બાબતે જલ્દી નિર્ણય લેવામાં આવે તો પણ મોટી સંખ્યામાં લોકોના જીવ બચી શકે તેમ છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પણ આ બાબતે જણાવ્યું કે તમામ પાકિસ્તાનીએ એક ભંડોળ એકત્ર કરીને ભારતને મદદ કરવી જોઈએ અને ભારતને ઓક્સિજન સપ્લાય થાય તે માટે આગળ આવુ જોઈએ.