
કોરોનાની ગતિ ઘીમી પડીઃ- દેશમાં છેલ્લા 45 દિવસ બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ
- દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો
- 45 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ
- કોરોનાની રફતાર ઘીમી પડી
દિલ્હીઃ- સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, આ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરે પીકઅપ પકડી હતી ત્યારે હવે છેલ્લા 45 દિવસો બાદ કોરોનાના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે.
દેશમાં એક દિવસમાં, કોરોનાના 1 લાખ 73 હજાર 790 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 45 દિવસમાં સૌથી ઓછા કેસ કહી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવાર સવાર સુધીના ડેટા પ્રમાણે, સંક્રમણથી અસરગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 2 કરોડ 77 લાખ 29 હજાર 247 થઈ ચૂકી છે.
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, દૈનિક સંક્રમણ દર 8.36 ટકા પર આવીને અટકી ચૂ્ક્યો છે અને સતત પાંચ દિવસ માટે 10 ટકાથી ઓછો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે જ્યારે સંક્રમણનો સાપ્તાહિક દર 9.84 ટકા નોંધાયો છે.
મંત્રાલયે જારી કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 3 હજાર 617 લોકોના મોત પછી, મૃત્યુની સંખ્યા 3 લાખ 22 હજાર 512 પર પહોંચી ગઈ છે.
શુક્રવારના રોજ મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 માટે 20 લાખ 80 હજાર 048 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાંથી દેશમાં અત્યાર સુધી 34 કરોડ 11 લાખ 19 હાજર 909 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા પણ નીચે આવીને 22 લાખ 28 હજાર 714 થઈ છે જે ચેપના કુલ કેસોના 8.04 ટકા ભાગ છે જ્યારે કોવિડ -19 માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 90.80 ટકા સુધર્યો છે.