1. Home
  2. ગુજરાતી
  3. ‘યે રિશ્તા ક્યા કેહલાતા હે’ સિરિયલના આ 3 સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
‘યે રિશ્તા ક્યા કેહલાતા હે’ સિરિયલના આ 3 સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

‘યે રિશ્તા ક્યા કેહલાતા હે’ સિરિયલના આ 3 સ્ટારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

0
Social Share
  • યે રિશ્તા ક્યા કેહલાતા હે…3 સ્ટાર કોરોના પોઝિટિવ
  • દાદી તથા કાર્તિકના પિતા મનીષ પોઝિટિવ
  • સમર ચાચુનો રિપોર્ટ પણ પોઝિટિવ
  • નાયરા અને કાર્તિક હોમઆઈસોલેન હેઠળ
  • સિરિયલનું શૂટિંગ રોકવામાં આવ્યું

સ્ટાર પ્લસ ચેનલનો ખુબ જ ચર્ચિત શો ‘યે રિસ્તા ક્યા કહેલાતા હે’ ના સ્ટાર્સ સચિન ત્યાગી (મનીષ) સમીર ઓમ્કારા (સમર ચાચુ) અને સ્વાતી ચિટનીસ (દાદી) ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે હાલ આ સિરિયલનું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે, સાથે-સાથે પ્રોડક્શન હાઉસના બાકી એક્ટર્સ તેમના ક્રુ-મેમ્બર્સનો કોરોનાનો રિપોર્ટ કરાવામાં આવ્યો છે, આ સિરિયલમા મુખ્ય કલાકાર  મોહસિન ખાન (કાર્તિક) અને શિવાંગી જોશી (નાયરા) સેલ્ફ ક્વોરોન્ટાઈ થયા છે.

આ સિરિયલ બીજા મહત્વના પાત્રો ગણાતા સચીન ત્યાગી, સમીર ઓમ્કારા અને સ્વાતી ચિટનીસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ,જો કે આ ત્રણેયમાં કોરોનાના કોઈ જ લક્ષણો જોવા નહોતા મળ્યા, આ ખબર મળતાની સાથે બાકીના સભ્યોના રિપોર્ટ કરાવાની તજવીજ હાથ ધરાઈ હતી, જો કે હજુ સુધી કોઈના રિપોર્ટ આવ્યા નથી, જ્યા સુધી આ તમામ ક્રુ મેમ્બર્સના રિપોર્ટ નહી આવે ત્યા સુધી તેઓને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે આ તાજેતરમાં કાર્તિક અને તેના પિતાના સીન્સ વધારે લેવામાં આવી રહ્યા છે,પિતાની માનસિક હાલત ખરાબ થતા પુત્ર કાર્તિક સતત પિતાની દેખરેખ કરતો જોવા મળે છે સિરિયલના આ ડ્રામામાં મોહસીનખાન સતત પાસે હોવાથી ચિંતાનો વિષય બન્યો છે, જેના કારણે મોહસીન ખાન અને શિવાંગી જોશીનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે, ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ સિરિયલના સેટ પર દરેકના કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. પરંતુ હમણાં આ બાતે કોઇ પુષ્ટિ મળી નથી. નિર્માતા રાજન શાહીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા તેના સેટ પર કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. એટલું જ નહીં, આ જાણ્યા પછી, સેટને સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવ્યો છે.

સચિન ત્યાગીએ કોરોના પોઝિટિવ બાબતે કહ્યું- હું કોરોના પોઝિટિવ થયો છું. અમે શાંતિપૂર્ણ રીતે શૂટિંગ કરી રહ્યા હતા પરંતુ આ બધુ થય ગયું. આમે બધાએ આ વાતને સકારાત્મકતાથી લીધી છે. મેં મારી જાતને આસોલેટ કરી છે અને હું મારા ડાયટ પર ખાસ ધ્યાન આપી રહ્યો છું. મને પહેલા મને ડેન્ગ્યુ થયો હતો. આભારી છું કે સમય પર પરીક્ષણ કરાવ્યું અને કોરોના પોઝિટિવ નીકળ્યો. પ્રોડક્શન હાઉસ ખૂબ કાળજી લે છે અને સેટ પરની તમામ માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે. તેઓ સતત અમારી સાથે સંપર્કમાં રહે છે

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code