1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોના રસીકરણ અભિયાનઃ લાલકૃષ્ણ અડવાણીએ લીધો બીજો ડોઝ

કોરોના રસીકરણ અભિયાનઃ લાલકૃષ્ણ અડવાણીએ લીધો બીજો ડોઝ

0
Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ આજે કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એમ્સ ખાતે કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે પહેલો કોરોના રસીનો ડોઝ 9 માર્ચે લીધો હતો. આજે સવારે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હતો. જે બાદ લાલકૃષ્ણ અડવાણીએ કોરોનાની રસી લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય આગેવાનોએ કોરોનાની રસી લીધી છે. તેમજ દેશવાસીઓને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code