
ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો , રેસિડેન્શિયલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ એક સાથે કોરોના પોઝિટિવ
- ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો
- આવાસ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ
લખનૌઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવાનું શરુ કર્યું છે,સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ કોરોનાની સમિક્ષાને લઈને પીએમ મોદીએ એક બેઠક યોજી હતી તે પહેલા અનેક રાજ્યોને એલર્ટ કરતો પત્ર પણ લખવામાં આવ્યો હતો જો કે હવે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો રાફળો ફાટ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં એક સાથે 39 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત મળી આવી છે. આ મામલો મિતૌલી બ્લોકની કસ્તુરબા રેસિડેન્શિયલ સ્કૂલનો છે.
આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે કે આટલી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ એક જ સમયે કોરોના સંક્રમિત મળી આવી હતી.લખીમપુર ખેરીના ચીફ મેડિકલ ઓફિસર સંતોષ એ રવિવારે કોન્ટેક્ટ ટ્રેસિંગ દરમિયાન સ્કૂલ સ્ટાફના એક સભ્યને પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, આરોગ્ય વિભાગે નિવાસી શાળાના સમગ્ર પરિસરને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ફેરવી દીધું.
આ સાથે જ મોતીપુર ખાતેની માતા અને બાળ શાખાને કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે કોઈપણ તબીબી જરૂરિયાત માટે 20 પથારી તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમને તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. કસ્તુરબા સ્કૂલમાં કોઈપણ ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે.
શાળાની તમામ વિદ્યાર્થીનીઓના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા
સીએમઓ સંતોષ ગુપ્તાએ કહ્યું કે કોરોનાની માહિતી બાદ એક મેડિકલ ટીમને સ્કૂલ મોકલવામાં આવી હતી. મેડિકલ ટીમે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીનીઓના સેમ્પલ લીધા હતા. તેમણે જણાવ્યું કે રિપોર્ટમાં 38 વિદ્યાર્થિનીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમાંના મોટા ભાગના એકદમ સરસ છે.
માહિચતી પ્રમાણે આ દરેક વિદ્યાર્થીનીઓ અને સ્ટાફને કેમ્પસમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે અને તેમને દવાની કીટ પણ આપવામાં આવી છે. હાલ બે વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓની હાલત સારી છે. જેઓ કોવિડ પોઝિટિવ મળ્યા છે તેમને શાળા પરિસરમાં એક અલગ વિંગમાં રાખવામાં આવ્યા છે