
મહિલાઓ માટે વપરાતા શબ્દોને લઈને કોર્ટનો આદેશ -અદાલતો દ્રારા હવે ગૃહિણી, હૂકર અને અફેર જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાશે નહીં
દિલ્હીઃ- દેશની અદાલતો દ્રારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છએ આ આદેશ પ્રમાણે કોર્ટમાં મહિલાઓ માટે અમૂક જે શબ્દો વપરાતા હતા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે
સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઈટ પર વિગતવાર તમામ શબ્દોની યાદી બહાર પાડી છે, જેમાં અફેર, કેરિયર વુમન, ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યુટ, ફેગોટ, ફેલોન વુમન, હૂકર, હાઉસવાઈફ જેવા શબ્દોનો સમાવેશ થાય છે, હવે આવા શબ્દો કોઈપણ નિર્ણયમાં લખવામાં આવશે નહીં. આ શબ્દો ઉપરાંત મહિલાઓ માટે ઉપયોગમાં લેવાતા ઘણા વાક્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને બદલવાની સલાહ અપાઈ છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અદાલતો દ્વારા આપવામાં આવેલા આદેશથી હવે મહિલાઓ માટે વપરાતા અલગ-અલગ શબ્દો બદલવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિતેલા દિવસને બુધવારના રોજ એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં લિંગ ભેદભાવ માટેના શ્બદોને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે હવે બદલતા જોવા મળશે.
આ મામલે વઘુ મળતી વિગત પ્રમાણે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે હેન્ડબુક ઓન કોમ્બેટિંગ જેન્ડર સ્ટીરિયોટાઈપ્સનું લોન્ચિંગ કર્યું,જેમા તેમણે કહ્યું કે કોર્ટના નિર્ણયોમાં મહિલાઓ માટે આવા ઘણા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સમાજ અનુસાર યોગ્ય ગણાતા નથી, આ પુસ્તકનો હેતુ. તેના બદલે તે ભવિષ્ય માટે યોગ્ય શબ્દભંડોળ તૈયાર કરવાનો છે.
આ સહીત સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઈટ પર આ પુસ્તકની ગ્લોસરી પણ લોન્ચ કરી છે. જ્યાંથી દરેકને જોઈ અને સમજી શકાય છે. નવી માર્ગદર્શિકા અનુસાર, હવે ન્યાયાધીશ પોતાના નિર્ણયમાં અનમેરિડ વુમન લખશે અને સ્પિનસ્ટર નહીં, આ સિવાય કોઈ પણ મહિલાને રખાત તરીકે નહીં વર્ણવામાં કે લખવામાં આવશે, પરંતુ તેના માટે એવું લખવામાં આવશે કે જે સ્ત્રીને બીજા પુરુષ સાથે લગ્ન સિવાયનો પ્રેમ સંબંધ હોય.