
કોવેક્સિન લેનારાઓ આજથી કરી શકશે બ્રિટનનો પ્રવાસ – ક્વોરોન્ટાઈનમાંથી પણ મળી મૂક્તિ
- કોવેક્સિન લેનારા માટે બ્રિટનનો માર્ગ મોકળો
- નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી બ્રિટન કોવેક્સિનને લઈને ભારત સાથે વિવાદમાં જોવા મળ્યું હતું, ત્યારે હવે ભારત બાયોટેકની કોરોના વેક્સીન લેનારા લોકો માટે રાહતના સમાચાર છે. આજથી બ્રિટને ભારતની કોવેક્સિનને તેની માન્ય રસીની યાદીમાં એટલે કે મંજૂરીની યાદીમાં સામેલ કરી છે. આનો અર્થ એ થયો કે પ્રવાસ માટેની રસીને માન્યતા આપતા યુકેના નિયમો આજથી અમલમાં આવશે. આજથી એટલે કે 22મી નવેમ્બરથી, ભારત બાયોટેક દ્વારા નિર્મિત રસી મેળવનારા પ્રવાસીઓએ હવે યુકેમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે નહીં.
બ્રિટનના આ નિર્ણયથી એવા હજારો ભારતીય પ્રવાસીઓને રાહત મળશે જેમણે આ રસી લીધી છે અને મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા. કોવેક્સિનની સાથે, યુકે સરકારે ચીનની સિનોવાક અને સિનોફાર્મ રસીઓને પણ માન્ય રસીઓની યાદીમાં સામેલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી રસી માટે લીલી ઝંડી મળ્યા બાદ બ્રિટને પણ પ્રવાસમાં રાહતની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે યુકે સરકારનું આ પગલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ઉપયોગની યાદીને અનુસરે છે. તમને જણાવી દઈએ કે કોવેક્સીન ભારતમાં વપરાતી બીજી સૌથી મોટી કોરોના સામે રક્ષણ આપતી રસી છે. આ પહેલા રસીકરણ કરાયેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ યુકે ગયા પછી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડતું હતું, પરંતુ હવે આ નવા નિયમો આજે સવારે 4 વાગ્યાથી અમલમાં આવ્યા છે અને હવે તે રહેશે નહીં.જેથી કોવેક્સિન લેનારા લોકોએ બ્રિટનમાં જઈને ક્વોરોન્ટાઈન નહી થવું પડે અને આ રસી ને પણ માન્યતા મળી ચૂકી છે