
સત્તા માટે બોલવામાં કોઈ પણ હદ વટાવવાની? આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાઓનો જોવો આ વાયરલ વીડિયો
અમદાવાદઃ ભારતીય બંધારણમાં તમામ લોકોને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેનો કેટલાક રાજકીય નેતાઓ ગેરલાભ લઈને બંધારણીય હોદ્દા ઉપર બિરાજમાન મહાનુભાવો વિશે એલફેલ બોલીને તમામ મર્યાદાઓ ક્રોસ કરી નાખતા હોવાના ભૂતકાળમાં અનેક દાખલા સામે આવ્યાં છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નિમ્ન કક્ષાના શબ્દો ઉચ્ચાર્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરીને રાજકારણને આટલુ નીચું જતા અટકાવવા માંગણી કરી રહ્યાં છે.
ભારતના વડાપ્રધાન માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરનાર ગોપાલ ઇટાલીયા કેટલી ખરાબ માનસિકતા ધરાવે છે આમ આદમી પાર્ટીના કુ સંસ્કાર દેખાય છે આમાં pic.twitter.com/DYCRRKialP
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) October 9, 2022
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો તમામ બેઠકો ઉપર ઉતારવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યાં છે. તેમજ રાજકીય આગેવાનોના ગુજરાતના પ્રવાસ વધ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. તેમજ તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કર્યું હતું. દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલીયાનો 45 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અશબ્દો ઉચાર્યાં હતા. આ વીડિયોને પગલે ભાજપના નેતાઓ વિરોધ નોંધાવીને આમ આદમી પાર્ટીના નેતા સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવી રહી છે.
બીજી તરફ એવા સવાલ ઉભા થયા છે કે, શું આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ પીએમ અંગે અયોગ્ય નિવેદન કરનારા ઈટાલિયા સામે કાર્યવાહી કરશે, કેજરિવાલે પાર્ટીના નેતાઓને બંધારણીય હોદ્દા ઉપર બિજારમાન આગેવાન સામે અપશબ્દો બોલવાની છૂટ આપી છે, એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અયોગ્ય નિવેદન કરનારા આપ નેતા ઈટાલિયા સામે ગુજરાત સરકાર એકશન લેશે. સોશિયલ મીડિયામાં હાલ ગોપાલ ઈટાલિયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) વીડિયોની કોઈ પુષ્ટી કરતું નથી.