1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવાઝોડાનું સંકટઃ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં, અનેક બિચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ
વાવાઝોડાનું સંકટઃ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં, અનેક બિચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

વાવાઝોડાનું સંકટઃ દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં, અનેક બિચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ

0
Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ સતત પોતાની દિશા બદલી રહ્યું છે જેથી ગુજરાતની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડુ પારબંદરથી લગભગ 620 કિમી દૂર છે. વાવાઝોડુ અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળે તેવી શકયતા છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં અનેક બિચ ઉપર પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના 42 જેટલા ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારોને સાબદા કરવામાં આવ્યાં છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી કોઇ જ શક્યતા નથી.વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તરથી પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જો કે, ચક્રાવતની અસર દરિયામાં જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોરબંદરથી લઈ જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, દરિયા કાંઠે વિમાન મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. માછીમારો માછીમારી ન કરે તે માટે તમામ ગતિવિધિ ઉપર ખાનગી રાહે નજર રાખી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code