
ધુમ્રપાનનું વ્યસન છોડવામાં સાયટીસિન ખુબ જ મદદગાર…..નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કરતાં વધુ અસરકારક
ધૂમ્રપાનનું વ્યસન ઘણા લોકોને એટલી હદે લઈ જાય છે કે તેમને ધૂમ્રપાન છોડવા માટે દવાઓ અને થેરાપીની મદદ લેવી પડે છે. આ દિશામાં, સાયટીસિન નામનું છોડ આધારિત સંયોજન, પ્લેસબો કરતા વધુ અસરકારક હોઈ શકે છે. એક અભ્યાસ અનુસાર, સાયટીસિનથી ધૂમ્રપાન છોડવાની તકો 2 ગણી વધારે છે. આ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કરતાં વધુ અસરકારક હોઈ શકે છે. સંશોધકોના અહેવાલ અનુસાર, 1960 ના દાયકાથી પૂર્વ યુરોપમાં સાયટીસિન નામની દવાનો ઉપયોગ ધૂમ્રપાન છોડવા માટે કરવામાં આવે છે. તેની આપણા સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર જોવા મળી નથી.
એક અહેવાલ અનુસાર, આ કંપાઉન્ડનો ઉપયોગ મધ્ય અને પૂર્વ યુરોપમાં થાય છે. બાકીના વિશ્વમાં તેને લાઇસન્સ આપવામાં આવ્યું નથી. અભ્યાસ કહે છે કે જો આ ઓછી કિંમતના સંયોજનનો ઉપયોગ ગરીબ દેશોમાં કરવામાં આવે તો તે વૈશ્વિક સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. એડિકશન જર્નલમાં પ્રકાશિત થયેલો અભ્યાસ લગભગ 6,000 દર્દીઓના પરિણામો પર આધારિત છે. સંશોધકોએ પ્લાસિબો સાથે સાઇટિસિનની સરખામણી કરતા 8 ટ્રાયલ હાથ ધર્યા. સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા કે પ્લાસિબોની સરખામણીમાં સાઇટિસિન ધૂમ્રપાન છોડવાની શક્યતા બે ગણી વધારે છે.
સંશોધકોએ એ પણ નોંધ્યું છે કે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી કરતાં સાયટીસિન વધુ અસરકારક હોઈ શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે તેમનો અભ્યાસ પુરાવા પૂરા પાડે છે કે સિટીસિન ધૂમ્રપાન અટકાવવા માટે અસરકારક અને સસ્તી મદદ છે. ગરીબ દેશોમાં ધૂમ્રપાન ઘટાડવામાં આ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. 1964 માં બલ્ગેરિયામાં સૌપ્રથમ સાયટીસિનનું સંશ્લેષણ ટેબેક્સ તરીકે કરવામાં આવ્યું હતું અને બાદમાં પૂર્વ યુરોપમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.