- નવસારીથી માત્ર 18 કીમી દૂર આવેલું છે દાંડી
- અહી દરિયા કિનારાની મોજ છે તો સાથે ગાંઘીજીની કેટલી યાદો
દાંડી- જો તમે ગુજરાતમાં જ રહો છો અને હજી સુધી દાંડી નથી ગયા તો હવે જોઈ આવો આ દાંડી, જ્યા ગાંઘીજી કેટલીક યાદો જોડાયેલી છે તો સાથે દરિયા કિનારાની સુંદર મજા પણ છે, જે તાલુકા મથકથી ૧૯ કિ.મીટરના અંતરે સમુદ્રર તટે વસેલું આ ગામ છે જ્યા મહાત્મા ગાંધીજીના મીઠાના ઐતિહાસીક સતાગ્રહ માટે જાણીતું છે.
આ ઐતિહાસિક દાંડી ખાતે સાગર નજીક ગાંધી સ્મારક કિર્તી સ્તંભ અહીં સ્થાપવામા આવેલો છે. સ્મારકની સામે ”સૈફવિલા” છે જયાં રાત્રી દરમ્યાન ગાંધીજીએ નિવાસ કર્યો હતૉ હાલ તેમાં ગાંધી સંગ્રહાલા અને પુસ્તકાલય છે. ગાંધી સંગ્રહાલાની પાછળ દાઉદી વૉરાની પ્રખ્યાત દરગાહ માઈ સાહેબા મઝાર છે. જયાં માનત માટે સર્વ કૉમનાં લૉકૉ બહારથી પણ આવે છે.
ડુમ્મસ
સુરતમાં ખાસ જાણીતું સ્થળ એટલે ડુમ્મસ, જ્યા સુંદર દરિયા કિનારો આવેલો છે, શહેરથી દુર શાંતિની અનુભુતી અહીં થાય છે, દરિયા કિનારા પર એક્ટિવિટીની જો વાત કરવામાં આવે તો અહીં ગાડી ,ઊંટની સવારી જેવી મજા માણી શકાય છે, ખાવા પીવા માટે નાસ્તાની પણ પુરતી વ્યવસ્થા છે, અહીં મેગીની મજા બેગણી હોય છે, ઠંડા પવનમાં મેગી ખાનારાઓની ભીડ ઉમટી પ઼ડે છે,આ સાથે જ અહીંના ભજીયાનો સ્વાદ લેવા લોકો ખાસ ડુમ્મસ દરિયાની મજા માણવા આવે છે.
ગરમ પાણીના ઝરણા-ઉનાઈ
બીલીમૉરા-વધઈ રેલ્વે માર્ગ પર આવેલુ આ ગામ ઉના પાણીના કુંડૉ માટે જાણીતું છે.ગરમ પાણીના આ કુંડૉ ધણા પુરાણા છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રી રામને યજ્ઞ કરવા અહીં બ્રાહમણૉ મળી શકયા નહી તેથી હિમાલય ઉપરના ગંગાકુલગીરી સ્થળેથી બ્રાહમણૉને યજ્ઞૉ કરવા માટે બૉલાવવામા આવ્યા તે બ્રાહમણૉને ગરમ પાણી પુરુ પાડવા શ્રી રામે જમીનમા બાણ મારીને ગંગાનૉ ગરમ પ્રવાહ ઉત્પન્ન્ન કર્યો, આજે પણ આ કુંડ અહી જોવા મળે છે,જ્યા કુદરતી રીતે ગરમપાણી અંદરની નિકળે છે,દૂર દૂરપથી પ્રવાસીઓ અહી ગરમ પાણીના કુંડ જાવા આવતા હોય છે.
ઉભરાટ બીચ
સુંદર દરિયાકિનારે આવેલ રમણીય સ્થળ એટલે કે બીચ છે. આ સ્થળ અરબી દરિયાના કિનારેનવસારી જીલ્લાના જલાલપુર તાલૂકાના ઉભરાટ ગામ નજીક આવેલું છે. આ કાળી રેતીનો બીચ દક્ષિણ ગુજરાતના કેન્દ્ર એવા સુરત શહેરથી 50 કિમી તેમ જ જિલ્લામથક નવસારી શહેરથી 40 કિમી જેટલા અંતરે આવેલ છે. સરસ મઝાનું હવાખાવાનું સ્થળ એવા આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા રહેવા તેમ જ જમવાની સગવડ આપતું વિહારધામ ઊભું કરવામાં આવ્યું છે.