1. Home
  2. ગુજરાતી
  3. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, બાઈક ચાલકને મારી ગાયે ટક્કર
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, બાઈક ચાલકને મારી ગાયે ટક્કર

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, બાઈક ચાલકને મારી ગાયે ટક્કર

0
Social Share
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
  • બાઈક ચાલકને ગાયે મારી ટક્કર
  • લોકો હસી હસીને થઈ ગયો લોટપોટ

સોશિયલ મીડિયા પર અવાર-નવાર કેટલાક પ્રકારના વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. આવામા વધુ એક વીડિયો  વાયરલ થયો છે જેમાં એક બાઈક ચાલકને ગાયએ ટક્કર મારી છે, જી.. હા.. બાઈક ચાલક બન્યો છે ગાયનો શિકાર. વાત એવી છે કે બ્રાઝિલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ગાય અચાનક દોડતી જોવા મળી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રાફિક સાથે ગાય સીધી રોડ પર દોડતી આવે છે. આ દરમિયાન અનેક વાહનો ઝડપથી આગળ વધે છે. ત્યારે ગાય એક ઝડપભેર બાઇક ચાલક સાથે અથડાય છે. જ્યાં સુધી બાઇક સવાર કંઈક સમજી શકે ત્યાં સુધીમાં તો તે રોડ પર પડી ગયો.

આ વીડિયો જોયા પછી એક ક્ષણ માટે ચોંકી જ ગયા હશો. કારણ કે આ મામલો જીવલેણ બની શકતો હતો. વાસ્તવમાં, બાઇક સવારને ખ્યાલ નહોતો કે એક ગાય તેની તરફ દોડીને આવી રહી છે. આવી સ્થિતિમાં તેને બચવાની તક પણ ન મળી. સદનસીબે, ગાયએ માર્યા પછી તે બહુ દૂર પડ્યો ન હતો, અન્યથા તેને ગંભીર ઈજાઓ થઈ શકી હોત.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code