
બેથી 3 અઠવાડિયા સુધી એક જ માસ્કના ઉપયોગથી બ્લેક ફંગસનો ખતરોઃ એઈમ્સના પ્રોફેસર
દિલ્હીઃ ભારત કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ નામના રોગચાળાએ માથુ ઉચક્યું છે. જેથી કેટલાક રાજ્યોએ તેને મહામારી તરીકે જાહેર કરી છે. ગુજરાતમાં પણ લગભગ 1500 જેટલા કેસ સામે આવ્યાં હોવાનું જાણવા મળે છે. બેથી ત્રણ અઠવાડીયા સુધી એક જ માસ્કનો ઉપયોગ કરવાથી બ્લેક ફંગસના સંક્રમણનો ખતરો વધી જતો હોવાનું એઈમ્સના ન્યુરોસર્જરીના પ્રોફેસર ડો. પી શરતચંદ્રએ જણાવ્યું હતું.
એઈમ્સના ન્યુરોસર્જરીના પ્રોફેસરએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પીડિત દર્દીઓને સિલિંડરથી સીધો ઠંડો ઓક્સિજન આપવો ખૂબ જ ખતરનાક સાબિત થઈ સકે છે. બ્લેક ફંગસના કેસો ઓછા કરવા માટે એવા દર્દીને એન્ટી-ફંગસ દવા પોસકોનજોલ આપવા આવે છે, જેમને વધુ ખતરો છે. ફંગસ સંક્રમણ નવા નથી, પરંતુ આ મહામારીના અનુપાતમાં ક્યારે થયું નથી. સૌથી પહેલા મહત્વપૂર્ણ કારણ અનિયંત્રિત મધુમેહ અને ટોસિલીઝૂંમેબ સાથે સ્ટેરોઈડનું ઉપયોગ છે. વેન્ટિલેટર પર હાજર ઓક્સિજન પર નિર્ભર દર્દીઓમાં વધુ ખતરો છે. જો કોરોનાથી સારા થયાના છ સપ્તાહ સુધી એવા લક્ષણ છે તો બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્લેક ફંગસનો સૌથી વધારે ખતરો કોરોના પીડિત દર્દીઓ અને ડાયબિટીસથી પીડિત દર્દીઓને હોવાનું જાણવા મળે છે. બ્લેક ફંગસને લઈને દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોએ મહામારી જાહેર કરી છે. તેમજ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને જરૂરી મેડિકલ સામગ્રીનું પણ સરકાર મોનીટરિંગ કરી રહી છે.