1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્રના બંદર ઉપર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા
સૌરાષ્ટ્રના બંદર ઉપર ત્રણ નંબરનું ભયસૂચક  સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા

સૌરાષ્ટ્રના બંદર ઉપર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરાયા

0
Social Share

અમદાવાદઃ અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાઇ રહ્યું હોવાથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે વેરાવળ- સોમનાથ, માંગરોળ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના બંદરો ઉપર ત્રણ નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવાની સુચના આપી છે. જેના પગલે સોરઠના વેરાવળ અને માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આગામી 48 કલાકમાં 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોય માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરવામાં આવ્યા છે.

રાજના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાય તેવી શક્યતા છે. અને તેની અસર સૌરાષ્ટ્રના અને ખાસ કરીને સોમનાથથી દ્વારકા સુધીના દરિયા કાંઠા વિસ્તારમાં જાવા મળે તેવી શક્યતા છે. અને દરિયો તોફાની બનશે અને ઊંચા મોજા ઉછળશે. આથી વેરાવળ- સોમનાથ, માંગરોળ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના બંદરો ઉપર ત્રણ નંબરનુ ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યો છે. માછીમારોને દરિયા ન ખેડવા સાવચેત કરાયા છે. માછીમારોની સલામતી માટે મરીન પોલીસને પણ એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં મસયાંતરે સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે. એવા સમયે અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં  સામાન્ય વરસાદ પડશે. તેમજ સમુદ્ર તોફાની બનવાની દહેશતને લઈને વેરાવળ-સોમનાથ અને માંગરોળ બંદર ઉપર પણ સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ અરબી સમુદ્રમાં અંદર મોજામાં કરંટ દેખાવવાની શરૂઆત જોવા મળી રહી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત કરવામાં આવ્યા છે. જો કે હાલ સીઝન જ બંધ હોવાથી ફિશીંગ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. આગાહી અંતર્ગત આગામી 48 કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 60 ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન  વેરાવળમાં મંગળવારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code