1. Home
  2. ગુજરાતી
  3. દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઈયા’ ફર્સ્ટ લૂક રિલીઝ -25 જાન્યુઆરી એ ઓટીટી પર થશે રિલીઝ
દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઈયા’ ફર્સ્ટ લૂક રિલીઝ -25 જાન્યુઆરી એ ઓટીટી પર થશે રિલીઝ

દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઈયા’ ફર્સ્ટ લૂક રિલીઝ -25 જાન્યુઆરી એ ઓટીટી પર થશે રિલીઝ

0
Social Share
  • દીપિકા પાદુકોણની  ફિલ્મ ગહરાઈયા ફર્સ્ટ લૂક આવ્યો સામે
  • સિદ્ધાંત ચતૂર્વેદી  અને અનન્યા પાંડે પણ ફિલ્મમાં જોવા મળશે

મુંબઈઃ- બોલિવૂડની ડિમ્પલ ગર્લ દિપીકા પાદુકોણ તેની અપકમિંગ ફિલ્મ ગહેરાઈયાને લઈને ફરી ચર્ચામાં આવી છે,વાત જાણે એમ છે કે ડિરેક્ટર શકુન બત્રાની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે.ત્યારે હવે આ ફઇલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થતાની સાથે જ કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું નામ ‘ગેહરાઈયાં’ છે. તેમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાર્થ ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ સાથે જ  નસીરુદ્દીન શાહ અને રજત કપૂરની પણ મહત્વની ભૂમિકા જોવા મળે છે.

ફિલ્મ ગહરાઈયાનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને વાયાકોમ 18 દ્વારા શકુન બત્રાની જુસ્કા ફિલ્મ્સ સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર 25 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ ગોવા, મુંબઈ અને અલીબાગમાં થયું છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા સહ-નિર્માતા છે. આ સ્ટોરી બે કપલની વાર્તા છે જે દર્શાવે છે કે તેઓ કેવી રીતે તેમના ઉલજેલા સંબંધોનો સામનો કરી રહ્યા છે.

આ વીડિયોની શરૂઆતમાં દીપિકા પાદુકોણનો ડોર કોઈ ખખડાવી રહ્યુ છે જે સિદ્ધાંત ચતુર્વેદી છે.આ સાથે જ આગળ અનન્યા પાંડે બતાવવામાં આવી છે જે પરેશાન જોવા મળી રહી છે. આ ટિઝરમાં ધૈર્ય કરવાની ઝલક પણ જોવા મળી છે. ટીઝરને શેર કરતા કરણ જોહરે કેપ્શનમાં લખ્યું – ‘આ સમય છે ઊંડાઈમાં ડૂબકી મારવાનો અને સપાટીની નીચે શું છે તે શોધવાનો છે. 25 જાન્યુઆરીએ #GehraiyaanOnPrime વર્લ્ડ પ્રીમિયર.’

આ પહેલા પડદા પાછળની કેટલાક ફોટોઝ શેર કરતી વખતે, દીપિકાએ લખ્યું – ‘હા… થોડી રાહ જોવી પડી છે… પરંતુ કહેવામાં આવે છે કે… ક્યારેક ક્યારેક તમે કોઈ વસ્તુની રાહ જોઈ રહો છો અને તેના આવવા પર તેની તારીફ કરો છો આશા છે કે અહીં પણ એવું જ થશે. મને લાગે આ  જાદુ છે,અને મેં માન્યું અને તેમાં ભાગ લેવા વિશ્વાસ કર્યો. દિલથી ધન્યવાદ અને આભાર .’

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code