સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી.
શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડિજિટલકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સક્ષમ સૈન્ય તંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ માલવાહક પ્રણાલિને આજના સમયમાં ભારતની રાષ્ટ્રીય જરૂરિયાત ગણાવી.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત 11 વર્ષમાં રેલવેમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને ભારતની વિકાસયાત્રામાં યોગદાન માટે પ્રોત્સાહિત કર્યા. શ્રી વૈષ્ણવે યુવાનોને વિકાસના ઍન્જિન ગણાવ્યા અને તેમને વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યાંકમાં સહકાર આપવા આગ્રહ કર્યો.