1. Home
  2. ગુજરાતી
  3. રક્ષામંત્રી રાજનાથ સિહં આજે ચંદીગઢની મુલાકાતે – દેશના પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો
રક્ષામંત્રી રાજનાથ સિહં આજે ચંદીગઢની મુલાકાતે – દેશના પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો

રક્ષામંત્રી રાજનાથ સિહં આજે ચંદીગઢની મુલાકાતે – દેશના પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું કરશે ઉદ્ઘાટન, જાણો તેની ખાસિયતો

0
Social Share
  • રક્ષઆમંત્રી રાજનાથ સિંહ આજે ચંદિગઢની મુલાકાતે
  • એરફોર્સ હેરિટેજ સેન્ટર અને રાયપુર કલાનમાં ગોશાળાનું ઉદ્ઘાટન કરશે.

 

ચંદિગઢઃ- દેશા સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહ આજરોજ સોમવારે ચંદીગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ અહી તેઓ સરકારી પ્રેસ બિલ્ડીંગ, સેક્ટર-18 ખાતે પ્રથમ એરફોર્સ હેરિટેજ સેન્ટરનું ઉગ્ધઘાટન કરશએ આ સહીત તેઓ રાયપુર કલાનમાં ગોશાળાનું પણ ઉદ્ઘાટન કરશે.

જાણકારી પ્રમાણે આજના જ દિવસે રક્ષામંત્રી  પંજાબ એન્જીનિયરિંગ કોલેજમાં બે હોસ્ટેલ અને લગભગ 60 કરોડના કુલ ખર્ચે PGGC-46નો શિલાન્યાસ પણ કરશે.રાજનાથ સિંહ સવારે લગભગ 10.30 વાગ્યે ચંદીગઢ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ સીધા સેક્ટર-18 સ્થિત એરફોર્સ હેરિટેજ સેન્ટર માટે રવાના થશે.

આ સહીત તેઓ સેક્ટર-18માં લગભગ સવા બે કલાક રોકાશે. આ દરમિયાન હેરિટેજ સેન્ટરના ઉદ્ઘાટનની સાથે તેઓ પાર્કિંગ એરિયામાં સ્થાપિત મિગ-21ની કોકપીટમાં બેસીને સ્ટોક લેશે. આ સાથે હેરિટેજ મ્યુઝિયમ, લૉન એરિયામાં સ્થાપિત સોવેનિયર શોપની પણ મુલાકાત લેશે.

તેમનો આ સમગ્ર કાર્યક્રમ પુરો થયા  બાદ રાજનાથ સિંહ પંજાબ રાજભવન જશે, જ્યાં તેમના માટે બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી રક્ષા મંત્રી લગભગ 3 વાગે રાયપુર કલાન રવાના થશે . ત્યાં ગોશાળાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. આ સાથે જ રાજનાથ સિંહ બે હોસ્ટેલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.

એરપોર્ટ હેરિટેજમાં શું હશે જાણો

ચંદીગઢમાં દેશનું પ્રથમ ભારતીય વાયુસેના હેરિટેજ બન્યું છે. ભારતીય વાયુસેનાનું આ પ્રથમ હેરિટેજ મ્યુઝિયમ છે. તેમાં ઘણી સુવિધાઓ હશે. એરફોર્સ હેરિટેજ સેન્ટરમાં લોકો એરક્રાફ્ટમાં ઉડવા જેવો અનુભવ પણ લઈ શકશે. આ એરફોર્સ હેરિટેજ સેન્ટરમાં, ભારતીય વાયુસેનાએ કેવી રીતે પ્રગતિ કરી છે, તે તમામ બાબતોને ખૂબ જ સરળ તકનીકો અને ટેક્નોલોજીની મદદથી દર્શાવવામાં આવી છે.

હેરિટેજ મ્યુઝિયમની અંદર એરફોર્સના તમામ જૂના એરક્રાફ્ટના મોડલ, મિસાઇલ, ફાઇટર એરક્રાફ્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં તેજસ ફાઈટર એરક્રાફ્ટ, નેત્રા એરક્રાફ્ટ, પ્રચંડ હેલિકોપ્ટર, એરબસ સી 295, ઈન્ટીગ્રેટેડ એર કમાન્ડ, એમઆઈજી 21 એરક્રાફ્ટ અને કંટ્રોલ સિસ્ટમ વર્ક સ્ટેશન અને વૈશ્વિક ઉપગ્રહનો સમાવેશ થાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code