
રક્ષા મંત્રાલયે ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સેન્ય ખરીદીની પ્રક્રિયામાં કર્યો બદવાલ- હવે આ શર્તોને આધિન હશે ખરીદી
- સંરક્ષણ મંત્રાલયે સેન્ય ખરીદીની પ્રક્રિયામાં કર્યો બદવાલ
- હવે આ શર્તોને આધિન હશે શસ્ત્રોની ખરીદારી
દિલ્હી: ભારત સરકાર દેશની ત્રણેય સેનાને મજબૂત બનાવાની દિશામાં અથાગ પ્રયત્ન કરી રહી છએ અને મોટે ભઆગે તેમણે સફળતા મએળવી છે,ખાસ કરીને આત્મનિર્ભર ભારત હેઠળ સેન્યના ઘણા હથિયારો દેશમાં બની રહ્યા છે જેથી દેશના લોકોને રોજગારી સહિત અનેક લા મળી શકે ત્યારે હવે દેશની સંરક્ષણ સંપાદન પ્રક્રિયામાં રક્ષામંત્રાલયે મોટા ફેરફારોની ઘોષણા કરી છે.
સંરક્ષણ મંત્રાલયે IDEX ફ્રેમવર્ક હેઠળના પ્રોજેક્ટ્સ માટે રાહ જોવાનો સમય ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. 2018 માં શરૂ કરાયેલ IDEX પ્રોગ્રામ નવીનતા અને ટેક્નોલોજી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ મંત્રાલયમાં સંશોધકો અને ઉદ્યોગસાહસિકોને જોડવાનો સોદો કરે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સંરક્ષણ મંત્રાલયે આ માનલે સોમવારે જણાવ્યું હતું કે આધુનિકીકરણ અભિયાનના ભાગ રૂપે, સશસ્ત્ર દળોએ સ્થાનિક ઉદ્યોગો પાસેથી લશ્કરી સાધનો ખરીદવા પડશે અને આવા ઉપકરણોની આયાત ફક્ત અસાધારણ સંજોગોમાં જ કરવી યોગ્ય રહેશે,આ સાથે જ મંત્રાલયે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ પર નાણાકીય બોજ ઘટાડવાના હેતુથી ‘ઇન્ટિગ્રેટેડ એગ્રીમેન્ટ બેંક ગેરંટી ની જરૂરિયાતને દૂર કરવાનો પણ નિર્ણય લીધો હતો.
ઘરેલુ ઉત્મંપાદનને પ્રોત્સાહન આપવાના હેતુંથી થયેલા આ ફેરબદલમાં ત્રાલયે જણાવ્યું હતું કે 100 કરોડથી વધુના એક્વિઝિશન કેસ માટે બિડ સિક્યોરિટી તરીકે બાનાની રકમ પણ લેવામાં આવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આગળથી, સંરક્ષણ સેવાઓ અને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે તમામ પ્રાપ્તિ, આધુનિકીકરણની જરૂરિયાતો સ્થાનિક સ્તરે જ પૂરી કરવામાં આવશે.” માત્ર અસાધારણ સંજોગોમાં તેને બહારથી મંગાવા માટેની મંજૂરી રક્ષામંત્રી તથા કાઉન્સિલ પાસે લેવાની રહેશે