1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના સીએમ કેજરીવાલે કોરોનાના વધતા કહેર વચ્ચે આજે મહત્વની બેઠક બોલાવી
દિલ્હીના સીએમ કેજરીવાલે કોરોનાના વધતા કહેર વચ્ચે આજે મહત્વની બેઠક બોલાવી

દિલ્હીના સીએમ કેજરીવાલે કોરોનાના વધતા કહેર વચ્ચે આજે મહત્વની બેઠક બોલાવી

0
Social Share
  • દિલ્હીમાં કોરોનાને લઈને આજે બેઠક
  • સીએમ કેજરીવાલ કોરોનાને લઈને લઈ શકે છે મહત્વના નિર્ણય

દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિતેલા દિવસે ભારતમા પણ આમમાલે બેઠક બોલાવીને કોરોના નિયંત્રણને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી ત્યારે હવે વધતા કોરોનાનો કહેર અને ઓમિક્રોનના સબવેરિએન્ટને લઈને આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે પણ બેઠક બોલાવી છે.

ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં કેજરીવાલ કોરોના સામેની તૈયારીઓની સમીક્ષા કરશે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ BF.7ના ચાર કેસો જેણે ચીનમાં તબાહી મચાવી છે, તે ભારતમાં પણ મળી આવ્યા છે. આ પછી દિલ્હી સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.

મુખ્યમંત્રીએ ગુરુવારે આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. જેમાં વૈશ્વિક સ્તરે કોરોનાની વર્તમાન સ્થિતિ અને દિલ્હીમાં તેની અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. અધિકારીઓનું કહેવું છે કે દિલ્હી દેશની રાજધાની છે અને દરરોજ મોટી સંખ્યામાં વિદેશની ફ્લાઈટ્સ અહીં આવે છે. આવી સ્થિતિમાં, જો ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, તો દિલ્હીએ સાવચેત રહેવું જરૂરી છે

આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ અને જરૂરી વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યા બાદ આગળની તૈયારીઓ કરવામાં આવશે.સત્તાવાર સૂત્રોએ બુધવારે માહિતી આપી હતી કે Insacog ડેટામાંથી મળેલી માહિતી અનુસાર ભારતમાં ચાર BF.7 વેરિઅન્ટ મળી આવ્યા છે. આ પ્રકાર ગુજરાત અને ઓડિશામાં જોવા મળ્યો છે. ભારતમાં આ સબ-વેરિઅન્ટનો એક કેસ જુલાઈમાં, બે સપ્ટેમ્બરમાં અને એક નવેમ્બરમાં જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે  ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ સાવધ બની ગયું છે. કેન્દ્ર સરકાર કોરોનાના કેસ પર નજર રાખી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે ​​આ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે રોગચાળાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code