1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે: મુખ્યમંત્રી
દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે:  મુખ્યમંત્રી

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે: મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના માંડવી ખાતેના કરંજ ગામેથી પસાર થતા વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણની કામગીરીના સ્થળ મુલાકાત લઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા વિગતો મેળવી અને પ્રોજેકટની વિડીયો ફિલ્મને પણ નિહાળી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના સૌથી લાંબા 1350 કિ.મી. અને અંદાજે રૂા.98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી 423 કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છે. અન્ય રાજયોની સરખામણીએ આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. આ એક્સ્પ્રેસ-વે નિર્માણથી મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થશે. આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉંચાઈ પર લઈ જશે આ હાઈવેના નિર્માણથી અંદાજિત 320 મિલીયન લિટરથી વધુની વાર્ષિક ઇંધણ બચત થશે. જેનાથી આયાત બિલ તેમજ કાર્બન ફૂટપ્રિન્ટ્સમાં ઘટાડો થશે.  આ હાઈવે ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓ (VME)માંથી પસાર થાય છે. જે હાલના NH – 48ની સરખામણીમાં બંને શહેરો વચ્ચેનું મુસાફરી અંતર 132 કિ.મી. ઘટાડશે. તેમજ અકસ્માતો અને જાનહાનિમાં ઘટાડો થશે. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડાની સાથે ભારતીય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સ્પર્ધાત્મક બનાવીને મેક-ઇન-ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરશે.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી  પૂર્ણેશ મોદી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  ગણપતસિંહ વસાવા, ધારાસભ્ય  ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ  ભાવેશ પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખ  સંદિપ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી  ડી. એસ. ગઢવી, સુરત ખાતેના VME પ્રોજેક્ટ ડાયરેક્ટર  તુષાર વ્યાસ, મેનેજર સિધ્ધાર્થ તેમજ સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (DME) બે ભાગમાં વહેંચાયેલો છે.(૧) દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે (૨) વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટના કામને વહેલીતકે પૂર્ણ કરવા માટે 13 પેકેજોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જેમાંથી 9 પેકેજો સિવિલ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બે પેકેજમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલની માળખાકીય સુવિધાઓને પાર કરવા માટે પૂરતી સંખ્યામાં ફ્લાયઓવર, ROBS, મુખ્ય બ્રિજ, નાના પુલો, અંડરપાસ અને કનેક્ટિંગ રોડની દરખાસ્ત કરવામાં આવી છે. દર 75-100 કિલોમીટરના અંતરે સુવિધાઓ તેમજ પાર્કિંગ વિસ્તારોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર એમ્બ્યુલન્સ માટે હેલિપેડ, ફ્યુઅલ સ્ટેશન, ફૂડ કોર્ટ/ધાબા, ઓટો વર્કશોપ, હોટેલ અને કન્વેન્શન સેન્ટર, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ જેવી સુવિધાઓ હશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code