1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનના CM અશોક ગેહલોત વિરુદ્ધ કેન્દ્રીય મંત્રીની ફરિયાદ પર દિલ્હી પોલીસે માનહાનિનો કેસ દાખલ કર્યો
રાજસ્થાનના CM અશોક ગેહલોત વિરુદ્ધ  કેન્દ્રીય મંત્રીની ફરિયાદ પર દિલ્હી પોલીસે માનહાનિનો કેસ દાખલ કર્યો

રાજસ્થાનના CM અશોક ગેહલોત વિરુદ્ધ કેન્દ્રીય મંત્રીની ફરિયાદ પર દિલ્હી પોલીસે માનહાનિનો કેસ દાખલ કર્યો

0
Social Share
  • રાજસ્થાનના CM  વિરુદ્ધ દિલ્હી પોલીસે  કેસ દાખલ કર્યો
  • કેન્દ્રીય મંત્રીએ  માનહાનિની કરી ફરિયાદ

દિલ્હીઃ-  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે કેન્દ્રીય મંત્રીની ફરિયાદના આધારે તેમના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે આ કેસને લઈને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં હાજરી આપવી પડશે.કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો હતો.  મંત્રીએ ગેહલોત પર તેમના વિશે ભ્રામક નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.ત્યારે હવે આ કેસ બાબતે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી હાથ ઘરશે.

ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોતે ગજેન્દ્ર સિંહ શેખાવત પર સંજીવની કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ગેહલોતે આ કૌભાંડમાં શેખાવતના માતા-પિતા, પત્ની અને પુત્રવઘુની સંડોવણી વિશે પણ વાત કરી હતી. ગેહલાતે કહ્યું હતું કે શેખાવતે કૌભાંડના પૈસા અન્ય દેશોમાં રોક્યા હતા.

જારી કરાયેલા રિપોર્ટના આધારે કોર્ટ નક્કી કરશે કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવેલી માનહાનિની ​​ફરિયાદ પર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને સમન્સ જારી કરવા જોઈએ કે નગી, એટલે કે કોર્ટ તેમના વિરુદ્ધ શું કરશે તે સુનાવણી વખતે ખબર પડી શકે છે.શેખાવતની ફરિયાદ પર કોર્ટે દિલ્હી પોલીસના જોઈન્ટ કમિશનર સ્તરના અધિકારીને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો જે પર્માણે ત્રણ મુદ્દાઓ પર તપાસ હાથ ઘરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code