1. Home
  2. ગુજરાતી
  3. G-20 સમિટ માટે વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક લોંચ, દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જારી કરી
G-20 સમિટ માટે વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક લોંચ, દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી  જારી કરી

G-20 સમિટ માટે વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક લોંચ, દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જારી કરી

0
Social Share

દિલ્હીઃ- આગામી મહિનાની 9 અને 10 તારીખે રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે અત્યારથી જ ટ્રાફિક વ્યવસ્થા પર પુરતુ ઘ્યાન આપવામાં આવી રહ્યું છે જેના પગલે દિલ્હી પોલીસ દ્રારા ટ્રાફિક એજડવાઈઝરી પણ આજરોજ શુક્રવારે જારી કરવામાં આવી ચૂકી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણેpr 20  કોન્ફરન્સ દરમિયાન દિલ્હીમાં ટ્રાફિક સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. G20 સમિટને લઈને ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. વિશેષ પોલીસ કમિશનર એસએસ યાદવે જણાવ્યું હતું કે G20 સમિટ દરમિયાન, પરવાનગી સાથે આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનો સિવાય માલસામાનના વાહનોના દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.

આ સહીત આ એડવાઈઝરીમાંમ કહેવામાં આવ્યું છે કે એરપોર્ટથી લુટિયન દિલ્હી આવતા લોકોને તેમના ઓળખ કાર્ડની ચકાસણી કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવશે. આથી વિશેષ કે  રાજધાની દિલ્હીમાં 7 અને 8 સપ્ટેમ્બરની રાતથી ટ્રાફિક સંબંધિત પ્રતિબંધો લાદવામાં આવશે. સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એસએસ યાદવે જણાવ્યું હતું કે G-20 સમિટ માટે વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાન્સપોર્ટ સર્વિસ, એમ્બ્યુલન્સ, પોલીસ સર્વિસ વિશે માહિતી આપવામાં આવશે.

આ સાથે જ જારી કરાયેલ એડવાઈઝરીમાં જણાવાયું છે કે આવશ્યક સેવાઓના વાહનો અને તબીબી સેવાઓના વાહનો ચાલુ રહેશે. જી 20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. NDMC વિસ્તારમાં DTC બસો દોડશે નહીં.

આ સાસહીત એરપોર્ટ પર જનારા લોકોએ મેટ્રોનો ઉપયોગ કરવો જોઈએ..જો તમે તમારી કારથી જઈ રહ્યા છો, તો થોડા વહેલા નીકળવાની સલાહ આપવામાં આવી , કારણ કે આ દરમિયાન માર્ગો ડાયવર્ટ કરવામાં આવશે. તમારે Mapmyindia નકશા દ્વારા મુસાફરી કરવાની પણ સલાહ અપાઈ છે.

જી-20 સમિટનું આયોજન  9-10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યું છે જેને પગલે અત્યારથી જ અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમિટમાં 29 દેશોના વડાઓ તેમજ યુરોપિયન યુનિયનના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. આ સિવાય આમંત્રિત મહેમાન દેશોના વડાઓ અને 14 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે G20 સમિટને ધ્યાનમાં રાખીને 8-10 સપ્ટેમ્બરને જાહેર રજા તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. શહેરની તમામ શાળાઓ તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ ત્રણ દિવસ દરમિયાન બંધ રહેશે. નવી દિલ્હી પોલીસ ડિસ્ટ્રિક્ટના અધિકારક્ષેત્ર હેઠળ સ્થિત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સહિત તમામ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ પણ 8-10 સપ્ટેમ્બર વચ્ચે બંધ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code