Nationalગુજરાતી

દેશમાં ભાજપશાસિત રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ મુકવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષોથી દારૂ બંધી છે. જ્યારે બિહારમાં પણ હાલ દારૂબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં દારૂ ઉપર સંપૂર્ણપણ પ્રતિબંધ મુકવાની ભાજપના સિનિયર નેતા ઉમા ભારતીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને અપીલ કરી છે.

ભાજપના સિનિયર નેતા ઉભા ભારતીએ ટ્વીટ કર્યું હતું, હમણાં થોડા દિવસો પહેલા જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં દારૂ પીવાથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. મોટાભાગના મૃત્યુ દારૂ પીને ગાડી ચલાવવાને કારણે થાય છે.

આ મોટા આશ્ચર્યની વાત છે કે દારૂ મૃત્યુનું દૂત છે તો પણ થોડી રાજકીય લાલચ અને દારૂ માફિયાના દબાવને લીધે દારૂંબધી કરવામાં આવી નથી રહી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને અપીલ કરું છું કે જ્યાં પણ ભાજપની સરકાર છે તે રાજ્યોમાં સંપૂર્ણ રીતે દારૂબંધીની તૈયારીઓ કરવામાં આવે. બિહારમાં ભાજપની જીત એ સાબિત કરે છે કે દારૂબંધીને કારણે જ મહિલાઓએ નીતિશ કુમાર તરફી મતદાન કર્યું છે. દારૂબંધી ક્યાંયથી પણ ખોટનો સોદો નથી.

 

Related posts
Nationalગુજરાતી

જમ્મુ કાશ્મીરમાં સેનાએ સામુદાયિક રેડિયો સ્ટેશનનો આરંભ કર્યો - આ રેડિયો કાશ્મીરની શાંતિ અને વિકાસ માટે સમર્પિત

જમ્મુ કાશ્મીરમાં કોમેયૂનિટિ રેડિયોની શરુઆત 90.4 હર દીલ કી ધડકન, બનશે આવામનો આવજ મનોરંજનની સાથે કલા,સંસ્કૃતિથી લોકોને જાગૃત કરાશે શ્રીનગર – સૈનાએ…
HealthCareગુજરાતી

કોરોના રસીકરણ અભિયાનઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો રસીનો પ્રથમ ડોઝ

અમદાવાદઃ હાલ કોરોના રસીકરણ અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની…
TECHNOLOGYગુજરાતી

મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ થશે ગાર્ડિયન એપ, આ રીતે થશે સુરક્ષા

હવે ટ્રૂકોલર GUARDIAN કરીને એપ લાવી રહ્યું છે આ એપને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે બનાવાઇ છે GUARDIAN એપની મદદથી ALWAYS SHARE…

Leave a Reply