
કોરોનામાં અભ્યાસને થયેલા નુકસાનની ભરપાઈ માટે ઉનાળુ વેકેશન ઘટાડવા માંગણી
અમદાવાદઃ કોરોનાને કારણે બાળકોના ભણતર પર માંઠી અસર જોવા મળી છે, બાળકોના અભ્યાસને ઓનલાઇન અને ઓફલઈન ભણતર વચ્ચે સહયોગ બેસાડવામાં બાળકોનું ભણતર બગડ્યું હતું. તેમનો પાયો કાચો રહી ગયાની વાલીઓ ફરિયાદ કરી રહ્યાં છે. જેથી રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવી છે અને ઘટાડેલ ઉનાળાના વેકેશનમાં બાળકોના અભ્યાસને નુકસાન થયું તેની ભરપાઈ કરી તમને પાયાનું ભણતર મળી રહે તેની રજૂઆત કરવામાં આવી છે.
કોરોનાને કારણે શિક્ષણ ક્ષેત્રને ઘણું નુકશાન પહોંચ્યુ છે જ્યારે, સરકાર શિક્ષણનો પાયો મજબૂત કરવા ઘણા મહત્વના નિર્ણયો લવાઈ રહ્યાં છે, આવા કપરા સમય બાદ શિક્ષણ તરફ સકારાત્મક પગલાં લેવા જરૂરી બન્યા છે, જેથી ઉનાળાની રજાઓના સમયગાળામાં બાળકોના ગ્રોથ અને પાયો મજબૂત કરવા ઘણા પ્રયાસો થઈ શકે છે. કોરોના બાદ હવે સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન થયું છે. લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ હોવાથી સ્કૂલમાં જવાનો ઉત્સાહ બાળકોમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાલીઓ હજુ પણ કોરોનાને લઈને સંતાનોના આરોગ્યને લઈને ચિંતત છે. જો શિક્ષણ વિભાગ આ વિષય પર ચર્ચા કરે તો બાળકો માટે ઘણોં લર્નિંગ લોસ રિકવર થઈ શકે તેમ છે.
(PHOTO-FILE)