Site icon Revoi.in

ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી બેથની મોરિસનની ભારત મુલાકાત

Social Share

મુંબઈ: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ (SCA) ના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી (DAS) બેથની મોરિસન, 3 જુલાઈથી 9 જુલાઈ, 2025 સુધી ભારતની એક અઠવાડિયાની મુલાકાતે આવેલા.  તેમની મુલાકાત દરમિયાન, DAS મોરિસન નવી દિલ્હી, ધર્મશાળા અને મુંબઈમાં યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી.

નવી દિલ્હીમાં, DAS મોરિસન ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુએસ-ભારત સંબંધોમાં પ્રગતિની ચર્ચા કરવા માટે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ને મળ્યા હતા, જેમાં 21મી સદી માટે યુએસ-ભારત કોમ્પેક્ટ (લશ્કરી ભાગીદારી માટે તકો, વાણિજ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા) અને ટ્રસ્ટ (વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોનું પરિવર્તન) ના અમલીકરણ અને આ ક્ષેત્રને અસર કરતા મુખ્ય મુદ્દાઓ ઉપર  ચર્ચા કરી હતી.

ધર્મશાળામાં મોરિસને દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે યુ.એસ. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દલાઈ લામા અને તિબેટી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, જ્યાં તેમણે તિબેટની અનન્ય ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખના સંરક્ષણ તેમજ તિબેટીઓની મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ માટે સતત સમર્થન પર ભાર મૂક્યો હતો. 

મુંબઈની મુલાકાત દરમિયાન     મોરિસને ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ, ઔદ્યોગિક, શૈક્ષણિક અને નાણાકીય ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતો યુએસ-ભારત ટ્રસ્ટ પહેલને આગળ વધારવા, ઉદ્યોગ-સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવા અને સ્થિતિસ્થાપક અને સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી.

Exit mobile version