
હનુમાન જયંતિને લઈને દેશભરના મંદિરોમાં ભક્તોનો જમાવડો, અનેક જગ્યાએ કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયા
- આજે હનુમાન જયંતિનો પાવન પર્વ
- હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ
દિલ્હીઃ- દેશભરમાં આજે હનુમાન જયંતિનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે તે ત્યારે હનુમાનજીના મંદિરે ભક્તોનું વહેલી સવારથઈ જ ઘોડાપુર જોવા મળ્યું છે દેશભરમાં અનેક મંદિરો પર ભક્તોની લાંબી લાઈન લાગી છે.મંદિરો બજરંગબલીના ઘૂને રંગાયા છે.
દિલ્હીના કનોટ પ્લેસના પ્રાચીન હનુમાન મંદિરમાં હનુમાન જયંતિના અવસર પર ભક્તો પ્રાર્થના કરે છે. તે જ સમયે, હનુમાન જયંતિ નિમિત્તે કાશ્મીરી ગેટ સ્થિત મારઘાટ હનુમાન મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી.
જો ગુજરાતની વાત કરવામાં આવેતો સાળંગપુરના હનુમાનજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ભક્તિમ. વાતાવરણ જોવા મળ્યું , હજારો લોકો ભગવાનના દર્શને આવ્યા છે.
જો ઓડિશાની વાત કરીએ તો રેતી કલાકાર સુદર્શન પટનાયક પુરી બીચ પર હનુમાન જયંતિના અવસર પર ભગવાન હનુમાનનું રેતીનું શિલ્પ બનાવે છે.જેને જોવા હજારો ભક્તો પહોંચે છે.
કોલકાતામાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છએ મંદિરોની બહાર પોલીસ સુરક્ષા કરવામાં આવી છે.કોલકાતા પોલીસે આજે હનુમાન જયંતિ પૂર્વે શહેરમાં સુરક્ષા સઘન બનાવી છે. કોલકાતા પોલીસે ગુરુવારે હનુમાન જયંતિ પહેલા હાવડા અને હુગલી જિલ્લામાં સુરક્ષા વધારી દીધી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હનુમાન જયંતિ પર કોલકાતાના રસ્તાઓ પર ઓછામાં ઓછા એક હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતામાં લગભગ છ શોભાયાત્રાઓ કાઢવામાં આવનાર છે અને શહેરના લગભગ 80 મંદિરોમાં હનુમાન પૂજા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક શોભાયાત્રા સાથે પોલીસ બંદોબસ્ત રહેશે
અનેક વિસ્તારોમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રામ નવમી શોભા યાત્રા દરમિયાન દેશના ઘણા ભાગોમાં થયેલી હિંસામાંથી બોધપાઠ લેતા ગુરુવારે હનુમાન જયંતિ પર દરેક રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ વખતે દરેક જગ્યાએ એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગૃહમંત્રાલયે વિતેલા દિવસે જ આ બબાતને લઈને એડવાઈઝરી પણ જારી કરી હતી.એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે. આ સાથે તહેવારને શાંતિપૂર્ણ રીતે મનાવવા અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારા લોકો પર નજર રાખવા પણ કહેવામાં આવ્યું છે.