
અયોધ્યના રામ મંદિર માટે ભક્તોએ દીલ ખોલીને દાન કર્યું – 2022 મા 20 કરોડ દાન આવ્યું
અયોધ્યાનું રામ મંદિર કરોડો ભક્તોની આસ્થઆનું પ્રતિક છે,જ્યાથી રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથઈ દેશ વિદેશની કરોડો રુપિયાનું દાન આવી રહ્યું છે જો વર્ષ 2020ની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન કુલ 20 કરોડનું દાન આવ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
વર્ષ 2022માં રામ ભક્તોએ તેમની કમાણી મોટી સંખ્યામાં રામલલાને સમર્પિત કરી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ઓફિસના પ્રભારીનો દાવો છે કે ગયા વર્ષે મંદિરના નિર્માણ માટે રામલલાને લગભગ 20 કરોડ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે.અયોધ્યામાં ભગવાન રામનું બહુપ્રતીક્ષિત ભવ્ય મંદિર નિર્ધારિત સમયમર્યાદા અનુસાર ઝડપથી બનાવવામાં આવી રહ્યું છે.
મંદિર નિર્માણની પ્રગતિ અંગે, ટ્રસ્ટના અધિકારીઓ સમયાંતરે મંદિર નિર્માણની પ્રગતિ સામાન્ય જનતા સુધી પહોંચાડે છે. તેથી મંદિરનું નિર્માણ ઓક્ટોબર 2023માં પૂર્ણ થશે અને જાન્યુઆરી 2024માં મકરસંક્રાંતિના દિવસે ગર્ભગૃહમાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવશે.
રામ ભક્તો દર મહિને એક કરોડથી વધુ રૂપિયા રામલલાને સમર્પિત કરે છે. આ સાથે દાન પણ ઓનલાઈન ચેક દ્વારા આવે છે. વર્ષમાં કુલ 20 કરોડ રૂપિયા મળ્યા છે. જો ભક્તોની સંખ્યા વધશે તો રામલલાના મંદિરના નિર્માણ માટે ભક્તો મોટી સંખ્યામાં દાન કરશે.